RRR Song Dosti : ફ્રેન્ડશિપ ડે પર 5 ભાષાઓમાં રિલીઝ થયું ‘RRR’ નું ગીત ‘દોસ્તી’, જબરદસ્ત છે સંગીત

|

Aug 01, 2021 | 4:18 PM

એમએમ કીરાવાની દ્વારા કંપોઝ આ ગીત અનિરુધ રવિચંદ્ર, વિજય યેસુદાસ, અમિત ત્રિવેદી, હેમચંદ્ર અને યાઝીન નિઝરે પોતાનો આવાજ આપ્યો છે.

એસએસ રાજામૌલી (SS Rajamouli) ની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ બાદ હવે દર્શકો તેમની ફિલ્મ ‘આર આર આર’ (Film RRR) ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે રિલીઝ થશે, પરંતુ તે પહેલા ફિલ્મ નું પહેલું ગીત ‘દોસ્તી’ રિલીઝ કરવામાં આવ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે (International Friendship Day) હોવાથી, આ ખાસ અવસરની ઉજવણી કરવા માટે, આ બહુપ્રતીક્ષિત સમયગાળાની ફિલ્મનું ‘દોસ્તી’ ગીત રિલીઝ કરવામાં આવ્યું.

આ ગીત માત્ર ગાયકો અને પોતાના મ્યૂઝિકથી લોકોનું ધ્યાન આકર્ષિત નથી કરી રહ્યું, પરંતુ તેની સિનેમેટોગ્રાફી પણ અદભૂત છે. ગીતના અંતે, ફિલ્મના હીરો રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆર (Jr. NTR) ની ભવ્ય એન્ટ્રી તેમાં ઉમેરો કરે છે.

પાંચ ગાયકોએ આપ્યો ગીતમાં પોતાનો અવાજ

ફિલ્મના ગીતના મ્યુઝિક વિડીયોની વાત કરીએ તો તેને પાંચ અલગ અલગ સિગર્સે પાંચ જુદી જુદી ભાષાઓમાં ગાયું છે. તેમજ વિડીયો માત્ર પાંચ ભાષાઓમાં જ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીનો સમાવેશ થાય છે. એમએમ કીરાવાની દ્વારા રચિત આ ગીત અનિરુધ રવિચંદ્ર, વિજય યેસુદાસ, અમિત ત્રિવેદી, હેમચંદ્ર અને યાઝીન નિઝારે ગાયું છે.

 

આ ગીતને રિલીઝ કરવાની જાહેરાત કરતા રાજામૌલીએ પોતાના એક ટ્વિટમાં લખ્યું – આ ફ્રેન્ડશિપ ડે પર, બે શક્તિશાળી વિરોધી તાકતો – રામરાજુ અને ભીમનાં એકસાથે આવવાના સાક્ષી બનો …

 

ફિલ્મ ‘RRR’ નું નિર્માણ 1920 ના બે સ્વતંત્રતા સેનાનીઓની વાર્તાઓ પર આધારિત છે. જો કે, તેમની વાર્તા થોડી કાલ્પનિક કહેવામાં આવી રહી છે. બે સ્વતંત્રતા સેનાનીઓ જેની વાર્તા ફિલ્મમાં દર્શાવવામાં આવશે તે છે અલ્લુરી સીતારામરાજુ અને કોમારામ ભીમ. જુદા જુદા સમુદાયના હોવા છતાં, તેમની મિત્રતા કેટલી અતૂટ હતી, તે આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક બતાવવાનો પ્રયત્ન કરશે.

તે જ સમયે, બાહુબલીની સફળતા બાદ રાજામૌલીની આ બીજી ફિલ્મ છે. દર્શકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત આલિયા ભટ્ટ અને અજય દેવગન સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. અજય દેવગન, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને રામ ચરણ સિવાય એલિસન ડૂડી, રે સ્ટીવનસન જેવા ઘણા કલાકારો ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

આ પણ વાંચો :- અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

આ પણ વાંચો :- Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન

Next Video