સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એનિમલ લોકોને પસંદ આવી રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી સહિતના તમામ એક્ટર્સે ફિલ્મમાં શાનદાર પર્ફોમન્સ કર્યું છે. ફિલ્મ શાનદાર છે એટલું જ નહીં, આ ફિલ્મના ગીતો પણ વધુ શાનદાર છે. આજકાલ ઈન્સ્ટાગ્રામ ખોલતા જ દરેકની રીલમાં ફક્ત અર્જન વૈલી ગીત જ સંભળાય છે. શું તમે આ ગીતનો અર્થ જાણો છો અથવા આ ગીત સાથે સંબંધિત શીખ ઈતિહાસની વાર્તા. તો જાણો આ ગીતનો અર્થ અને તેની પાછળની વાર્તા વિશે.
અર્જન વૈલીનો ઈતિહાસ શીખ ધર્મ સાથે જોડાયેલો છે. અર્જન વૈલી ગીત શીખ મિલિટ્રી કમાન્ડર હરિ સિંહ નલવાના પુત્ર અર્જન વૈલીના જીવન પર આધારિત છે. શીખ ઈતિહાસમાં, હરિ સિંહ નલવા 1825-1837 સુધી શીખ ખાલસા આર્મીના કમાન્ડર ઈન ચીફ હતા. હરિ સિંહ નલવાના મૃત્યુ પછી પુત્ર અર્જન સિંહે તેમના પિતા દ્વારા તેમને સોંપવામાં આવૈલી જવાબદારી અને આદેશ સંભાળ્યો. પિતા પછી અર્જન સિંહે બહાદુરીથી મુગલોનો સામનો કર્યો હતો.
એનિમલ ફિલ્મમાં અર્જન વૈલી ગીત ઢાડી-વાર સંગીત પર આધારિત છે, જે શીખ ધર્મના અંતિમ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા મુગલો સામે લડતી વખતે લોકોમાં હિંમત અને બહાદુરી જગાડવા માટે ગાયું હતું. આ ગીત તે સમયે શીખ દળો માટે યુદ્ધના પોકાર જેવું હતું. એનિમલ ફિલ્મનું આ ગીત ફેમસ પંજાબી ગાયક ભૂપિન્દર બબ્બલ દ્વારા લખવામાં અને ગાયું છે અને પંજાબી લોક કલાકાર કુલદીપ માણકે કમ્પોઝ કર્યું છે.
આ પણ વાંચો: નેશનલ ક્રશ બની ‘એનિમલ’ ફેમ એક્ટ્રેસ ‘તૃપ્તિ ડિમરી’, અચાનક વધી ગયા ફોલોઅર્સ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો