
મૌની રોયે (Mouni Roy) તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્યુબ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે. 'ગ્રે' રંગના ટોપમાં આ ફોટાઓને અત્યાર સુધી એક લાખ લોકોએ પસંદ કર્યા છે અને 4 હજારથી વધુ લોકોએ તેમના ફોટા પર કમેન્ટ કરી છે. મૌનીના કપડાની જેમ તેનો મેક-અપ પણ ખૂબ જ બોલ્ડ દેખાય છે.

મૌનીનો મેકઅપ હંમેશા તેની મહિલા ચાહકોને આકર્ષિત કરે છે. ક્લોઝઅપ ફોટામાં તેનો લૂક ઘણો સુંદર લાગી રહ્યો છે.

મૌનીની આ તસવીરો જોઈને તેના ચાહકોના ધબકારા વધી ગયા છે. સોશિયલ મીડિયા પર મૌનીના 19 મિલિયનથી વધુ ચાહકો છે. તાજેતરમાં જ જુબિન નૌટિયાલ સાથે તેનું નવું ગીત દિલ ગલતી કર બેઠા હૈ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

ટૂંક સમયમાં મૌની રોય રણબીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

મૌની રોયને સ્ટાઇલ આઇકોન પણ માનવામાં આવે છે. લોકો તેના 'રેડ કાર્પેટ લુક્સ'ની આતુરતાથી રાહ જુએ છે.

'ભારતીય' અને 'પશ્ચિમી' બંને શૈલીમાં મૌની રોય પોતાની જાતને શાનદાર રીતે કેરી કરે છે.
Published On - 7:06 am, Tue, 19 October 21