TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Oct 14, 2021 | 8:03 PM
બોલિવૂડ અભિનેત્રી કાજોલ લાંબા સમયથી તેમના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. ચાહકો આજે પણ કાજોલની એક ઝલક જોવા માટે આતુર છે. આજે કાજોલે મહાનવમીની ઉજવણી કરી છે.
તાજેતરમાં, અભિનેત્રીએ મહાનવમીના પ્રસંગે એક ખાસ શૈલી રજૂ કરી છે.
કાજોલની કેટલીક તસ્વીરો સામે આવી છે, જેમાં તે લીલી સાડીમાં જોવા મળી રહી છે.
આ દિવસોમાં કાજોલ પોતાના પરિવારના સભ્યો સાથે દુર્ગા પૂજાની ઉજવણી કરી રહી છે.
આવી સ્થિતિમાં જ્યારે આજે લીલી સાડીમાં અભિનેત્રીએ એન્ટ્રી કરી ત્યારે દરેકની નજર તેમના પર હતી.
અભિનેત્રીના સિંપલ અને સુંદર દેખાવની ચાહકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.