
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) રિલેશનશિપમાં છે એ વાત કોઈનાથી છુપી નથી. બંને આજે એટલે કે રવિવારે તેમના નવા ઘરના સ્થળે જોવા મળ્યા હતા. વાસ્તવમાં, રણબીર અને તેમની માતા નીતુ સિંહ (Neetu Singh) તેમના નવા ઘરનું કામ જોવા ગયા હતા, જેમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક વહુની જેમ આલિયા ભટ્ટ પણ તેમને કંપની આપવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ પર પહોંચી હતી.

નીતુ સિંહે આલિયાને જોઈને ગળે લગાવી દીધી.

કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આલિયા, રણબીર અને નીતુની ઘણી તસ્વીરો સામે આવી છે.

આ દરમિયાન આલિયા ભટ્ટ ત્યાં કામ કરતા લોકોને ઘરને લઈને કેટલીક સલાહ આપતી પણ જોવા મળી હતી.

આલિયા ભટ્ટે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગના શૂઝ પહેર્યા હતા.

તે જ સમયે, રણબીર કપૂરની વાત કરીએ તો, તેણે ફુલ સ્લીવ્સ ટી-શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.