કેટરીનાનું ‘ટીપ ટીપ બરસા પાની’ જોઇને લોકોને યાદ આવ્યો Original Video, ફેન્સ બોલ્યા રવિનાની સામે બધા ફિકા છે

આ ગીતમાં કેટરીનાની સ્ટાઈલ ફરી એકવાર બધાને ઘાયલ કરી દે તેવી છે. જો કે 'ટીપ ટીપ બરસા પાની' વર્ષ 1994માં આવેલી ફિલ્મ 'મોહરા'માં આવ્યુ હતુ, જેમાં રવિના ટંડન અને અક્ષય કુમારની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી.

કેટરીનાનું ટીપ ટીપ બરસા પાની જોઇને લોકોને યાદ આવ્યો Original Video, ફેન્સ બોલ્યા રવિનાની સામે બધા ફિકા છે
'ટીપ ટીપ બરસા પાની'
| Edited By: | Updated on: Nov 09, 2021 | 8:53 AM

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ હાલમાં ઘણી ચર્ચામાં છે, પરંતુ સૂર્યવંશીની સાથે આ ફિલ્મનું ગીત ‘ટીપ-ટીપ બરસા પાની’ પણ ખૂબ ચર્ચામાં છે. આ ગીતમાં કેટરીનાની સ્ટાઈલ ફરી એકવાર બધાને ઘાયલ કરી દે તેવી છે. જો કે ‘ટીપ ટીપ બરસા પાની’ વર્ષ 1994માં આવેલી ફિલ્મ ‘મોહરા’માં આવ્યુ હતુ, જેમાં રવિના ટંડન અને અક્ષય કુમારની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી, જેને ચાહકો આજ સુધી ભૂલી શક્યા નથી.

હવે જ્યારે એક એવરગ્રીન ગીતનું રીમેક કરવામાં આવ્યું છે. રવિના પછી, કેટરીનાએ તેની હોટનેસથી લોકોના દિલ પર છાપ છોડી છે, તેથી નેટીઝન્સે સોશિયલ મીડિયા પર બંનેની તુલના કરવાનું શરૂ કર્યું છે. હવે આ મુદ્દે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું છે. યુઝર્સે આ ગીત વિશે તેમના દિલની વાત લખી હતી. લોકોએ કહ્યુ કે જેવો જાદુ રવિના ટંડને ચલાવ્યો હતો તેવો કેટરીના ચલાવવામાં નિષ્ફળ ગઇ છે.

એક યુઝરે લખ્યું કે, ‘તે બોલિવૂડના રિમેક ગીતોનો બહુ મોટો ફેન નથી પરંતુ તેને આ રિમેક ગમ્યું’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘રવિનાની સામે બધું ફિક્કું છે. અન્ય એક યુઝરે લખ્યું, રવિના જેવી ગ્રેસ નથી આવી.

 

આ પણ વાંચો – Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

આ પણ વાંચો – Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 09 નવેમ્બર: મિલકત સંબંધિત અટકેલા કામ થશે, લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનશે