TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Sep 07, 2021 | 7:24 PM
બોલિવૂડની ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિત આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીની સુંદરતા અને નૃત્ય માટે દરેક વ્યક્તિ પાગલ છે.
માધુરી ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.
તાજેતરમાં, અભિનેત્રીએ સુંદર સાડી પહેરીને ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટાઝ શેર કર્યા છે.
આ ફોટાઓમાં, અભિનેત્રીએ સંપૂર્ણપણે દેશી શૈલી કૈરી કરી છે.
તસ્વીરોમાં માધુરી ખુબસુરત લાગી રહી છે. આ ફોટા જોઈને ચાહકો તેના દીવાના બની ગયા છે.
અભિનેત્રીના ફોટા જોઈને ચાહકો જુદી જુદી રીતે કોમેન્ટ કરીને તેમના વખાણ કરી રહ્યા છે.