
આ સાડીને વેસ્ટર્ન લુક આપવા માટે કમરમાં બેલ્ટ સ્ટાઈલ લુક આપવામાં આવ્યો છે.

માધુરીએ ટર્કિશ બ્લુ સાડીને મેચિંગ બ્લાઉઝ સાથે પેયર અપ કર્યું છે. આ સાડી સાથે અભિનેત્રીએ ચોકર નેકપીસ, ઈયરિંગ્સ અને સિલ્વર ગોલ્ડ કલરની બંગડીઓ પહેરી છે.

જો આપણે મેકઅપની વાત કરીએ તો માધુરીએ ન્યૂડ લિપસ્ટિક, બ્લશર, ગાલો પર હાઈલાઈટર, આંખોમાં શિમરી આઈશેડો લગાવીને ગ્લેમ મેકઅપ કર્યો છે. તેમણે તેમના વાળને હાફ પાર્ટેડ રાખીને ખુલ્લા છોડી દીધા છે. માધુરીના ફોટાઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.