Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની તબિયત સુધારા પર, પરંતુ હજુ થોડા દિવસ રહેવું પડશે ICUમાં

|

Jan 25, 2022 | 6:09 PM

લતા મંગેશકર (Lata Mangeshkar) ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકરને ન્યુમોનિયા અને કોવિડના લક્ષણો જોવા મળ્યા બાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની તબિયત સુધારા પર, પરંતુ હજુ થોડા દિવસ રહેવું પડશે ICUમાં
lata mangeshkar health update

Follow us on

લતા મંગેશકર (Lata Mangeshkar) ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકરને ન્યુમોનિયા અને કોવિડના લક્ષણો જોવા મળ્યા બાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને લઈને ડૉક્ટરો અને પરિવાર તરફથી દરરોજ અપડેટ્સ આવે છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આવ્યું છે. લતા દીદીની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. જોકે તે હજુ પણ ICUમાં જ રહેશે. મહેરબાની કરીને તેમના વિશે ખોટી અફવાઓ ન ફેલાવો અને તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરતા રહો.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય લતા મંગેશકર ત્યારથી ICUમાં દાખલ છે. અમે તેમના સ્વસ્થ થવા અને ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

શનિવારે જ લતા દીદીના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું, લતા દીદીની સ્થિતિ વિશે ખોટા સમાચાર ન આપવા આપ સૌને હાર્દિક વિનંતી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતુત સમદાનીનું અપડેટ આવ્યું છે કે લતા દીદી હવે પોઝિટિવ સંકેતો આપી રહી છે અને તેમની હાલત પહેલા કરતા સારી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પરિવારના નજીકના મિત્રએ નિવેદન આપ્યું હતું

જણાવી દઈએ કે, આ પહેલા ન્યૂઝ એજન્સી પીટીઆઈ, અનુષા શ્રીનિવાસન અય્યર, જેઓ પરિવારની નજીકની મિત્ર છે, તેમણે પણ લતા મંગેશકર વિશે સોશિયલ મીડિયા પર ઉડતી ખોટી અફવાઓ પર કહ્યું હતું કે, આવા સમાચારોથી પરિવાર પરેશાન થાય છે. તેથી કૃપા કરીને તેમના વિશેના ખોટા સમાચાર આપશો નહીં તેમણે શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા આવવું જોઈએ. તે માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે બીમાર થતાં પહેલા લતા મંગેશકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી અને પોતાના પરિવાર કે મિત્રોના જન્મદિવસ પર પોસ્ટ કરતી રહેતી હતી. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર બોલિવૂડની દિગ્ગજ ગાયિકા છે. તેમણે તેમની કારકિર્દીમાં એક કરતાં વધુ હિટ ગીતો આપ્યા છે જેમાં અજીભી દાસ્તાં હૈ યે, પ્યાર કિયા તો ડરના ક્યા, નીલા આસમ સો ગયા, લગ જા ગલે જેવા ગીતોનો સમાવેશ થાય છે.

લતા મંગેશકરને તેમની શાનદાર કારકિર્દી માટે ઘણા મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકર પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે પુરસ્કારો ઉપરાંત ઘણા રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે.

આ પણ વાંચો: Ala Vaikunthapurramulooના પ્રોડ્યુસરે કાર્તિક આર્યનને ‘અનપ્રોફેશનલ’ કહ્યો, અભિનેતાએ ફિલ્મ છોડવાનું કહ્યું

આ પણ વાંચો: Happy birthday Kavita Krishnamurthy : ફેમસ સિંગર કવિતા કૃષ્ણમૂર્તિને કંઈક આ રીતે મળ્યું હતું પહેલું ગીત, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

Published On - 5:57 pm, Tue, 25 January 22

Next Article