
ફિલ્મ ‘એનિમલ’એ રિલીઝના માત્ર છ દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં છે. અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘એનિમલ’માં રણબીર સાથેના તેના ન્યૂડ અને ઇન્ટિમેટ સીન્સને કારણે ચર્ચામાં આવી છે.
આ ફિલ્મમાં તેણે ઝોયાનો રોલ કર્યો છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તૃપ્તી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નેટીઝન્સે તેને ‘નેશનલ ક્રશ’ પણ કહ્યું છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તૃપ્તિએ ‘એનિમલ’માં તેના ઈન્ટિમેટ સીન્સ વિશે ખુલીને વાત કરી હતી.
તૃપ્તિએ કહ્યું કે, ‘બુલબુલ’માં રેપ સીન ‘એનિમલ’ના ન્યુડ સીન કરતાં વધુ પડકારજનક હતો. તેણે એમ પણ કહ્યું કે, ‘એનિમલ’માં ઈન્ટીમેટ સીન તેની સરખામણીમાં કંઈ જ નહોતું. તૃપ્તિએ એ પણ ખુલાસો કર્યો કે સેટ પર આ સીન શૂટ કરતી વખતે માત્ર ચાર લોકો જ હાજર હતા.
એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “મને લાગે છે કે બુલબુલમાં રેપ સીન શૂટ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે તેમાં તમે હાર માનતા હોય તેવો દેખાવ કરવાનો હોય છે, તેને કરવું ખૂબ મુશ્કેલ છે. એટલા માટે મને ‘એનિમલ’નો કોઈ સીન આ સીન કરતાં વધુ મુશ્કેલ લાગ્યો નથી.”
તેણે એવું કહ્યું હતું કે, “એનિમલમાં મારા સીનની પણ ઘણી ટીકા થઈ રહી છે અને શરૂઆતમાં હું ટીકાથી પરેશાન થઈ ગઈ હતી. કારણ કે મારી શરૂઆતની ફિલ્મો માટે ક્યારેય મારી ટીકા થઈ નથી. આ વખતે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ હોઉં, જ્યાં સુધી સેટ પર મારી આસપાસના લોકો મને કમ્ફર્ટેબલ રહેવા દે, જ્યાં સુધી મને લાગે કે હું જે કરી રહી છું તે યોગ્ય છે, હું તે કરવાનું ચાલુ રાખીશ. કારણ કે એક અભિનેત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે હું અમુક વસ્તુઓનો અનુભવ કરવા માંગુ છું.”
તૃપ્તિએ એ પણ જણાવ્યું કે, કેવી રીતે ‘એનિમલ’ના સેટ પર ઈન્ટીમેટ સીન શૂટ કરવામાં આવ્યા હતા. “તે દિવસે સેટ પર માત્ર ચાર લોકો હતા. હું, રણબીર, સંદીપ સર અને ડીઓપી (ફોટોગ્રાફીના નિર્દેશક). દર પાંચ મિનિટે તેઓ મને પૂછતા કે તમે ઠીક છો? તમને કોઈ ચીજની જરૂર છે? શું તમે કમ્ફર્ટેબલ છો? જ્યારે તમારી આસપાસના લોકો તમને ખૂબ ટેકો આપે છે, તો તમને અજીબ નથી લાગતું.
ઉલટાનું, જેમને ખબર નથી હોતી કે સેટ પર કેવી રીતે કામ કરવામાં આવે છે અને ઇન્ટિમેટ સીન કેવી રીતે ફિલ્માવવામાં આવે છે, તે તેમની કાલ્પનિક દુનિયામાં ઘણું ઈમેજીન કરી લે છે. તે તેમના માટે શોકિંગ હોય છે અને દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે. પરંતુ હું ખૂબ જ કમ્ફર્ટેબલ હતી અને હું મારા રોલની જરૂરિયાત મુજબ આવા સીન કરવાનું ચાલુ રાખીશ.”