Shri Deviની નાની પુત્રી Khushi Kapoorએ શેર કર્યો તેના બેડરૂમનો ફોટો, બહેને તરત કરી આ કમેંટ

ન માત્ર ચાહકો પરંતુ બહેન અંશલા કપૂર અને શનાયા કપૂરે દિલ વાળી ઇમોજી સાથે લખ્યું, ખૂબસૂરત. આ સિવાય અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ ખુશી વ્યક્ત કરીને તેના ગ્લેમરસ અંદાઝના વખાણ કર્યા.

Shri Deviની નાની પુત્રી Khushi Kapoorએ શેર કર્યો તેના બેડરૂમનો ફોટો, બહેને તરત કરી આ કમેંટ
ખુશી કપૂર
| Edited By: | Updated on: May 26, 2021 | 8:39 AM

બોની કપૂર (Boney Kapoor) અને શ્રીદેવી (Shridevi)ની નાની દીકરી ખુશી કપૂર (Khushi Kapoor) સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા જ ખુશીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટથી પબ્લિક કર્યું છે. જ્યારથી તેનું એકાઉન્ટ પબ્લિક થયું છે ત્યારથી તેના ફોટો ઘણા વાયરલ થતાં રહ્યા છે.

તાજેતરમાં જ ખુશીએ પોતાના બેડરૂમનો ફોટો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. ફોટોમાં ખુશીએ પર્પલ કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ઘણી સુંદર દેખાય રહી છે.

આ ફોટો શેર કરતાં તેને લખ્યું કે, ‘હું મારા બેડરૂમની રાજકુમારી છું.’ ફોટોમાં ખુશી ઘણી સુંદર લાગી રહી છે. ન માત્ર ચાહકો પરંતુ બહેન અંશલા કપૂર અને શનાયા કપૂરે દિલ વાળી ઇમોજી સાથે લખ્યું, ખૂબસૂરત. આ સિવાય અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ ખુશી વ્યક્ત કરીને તેના ગ્લેમરસ અંદાઝના વખાણ કર્યા.

અહિયાં જુઓ ખુશી કપૂરનો ફોટો

મધર્સ ડે પર કર્યો હતો પોસ્ટ
આ પહેલા ખુશીએ મધર્સ ડે પર શ્રીદેવી સાથે પોતાનો જાહ્નવીના બચપણનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતાં ખુશીએ લખ્યું હતું, હેપ્પી મધર્સ ડે ટુ બેસ્ટ.

બહેન અને પિતા સાથે કરી રહી છે સમય પસાર
લોકડાઉનના સમયમાં ખુશી તેના પિતા બોની કપૂર અને બહેન જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સાથે સમય પસાર કરી રહી છે. થોડા દિવસોથી તો તે જાહ્નવી સાથે સાઈકલિંગ કરતી જોવા મળે છે. જો કે ખુશી પણ પોતાની બહેન જાહ્નવીની જેમ ફિટનેસ ફ્રિક છે. તે પણ જાહ્નવી સાથે જિમમાં જઈને વર્ક આઉટ કરતી રહે છે.

બોલિવુડમાં લોન્ચ નહીં કરે પિતા
ખુશી પણ બહેન જાહ્નવી જેમ બોલિવુડમાં એન્ટ્રી કરશે. એક વાર એક ઇન્ટરવ્યુમાં બોની કપૂરે ખુશીને લઈને વાત કરતાં કહ્યું હતું કે દીકરીને લોન્ચ નહીં કરે. તેને કહ્યું હતું કે, ‘મારી પાસે રિસોર્સ તો છે પરંતુ હું ખુશીને લોન્ચ કરવા નથી માંગતો.’ મારી ઈચ્છા છે કે ખુશીને કોઈ અન્ય ડાયરેક્ટર લોન્ચ કરે.

હું પિતા છું એટ્લે કદાચ તેની ભૂલો પર ધ્યાન નહી આપી શકું અને એક ફિલ્મ મેકર તરીકે આ ખરું કહેવાય નહીં. જો અન્ય કોઈ ખુશીને ડાયરેક્ટ કરશે તો તેની ભૂલોને હાઇલાઇટ કરી શકશે અને વધુ સારી રીતે સમજાવી શકશે. કારણ કે ખુશીને એક સારી અભિનેત્રી બનવાનું છે.

કોણ કરશે ખુશીને લોન્ચ ?
આ સવાલ પર બોની કપૂર જવાબ આપતા કહ્યું હતું કે હું જેના પર વિશ્વાસ કરુ છું અને જેની સાથે મારી દીકરીને સુરક્ષિત મેહસૂસ કરી શકું છું તે જ મારી દીકરી ખુશીને લોન્ચ કરશે. આપને જણાવી દઈએ કે જાહ્નવીને કરણ જોહરે લોન્ચ કરી હતી. જાહ્નવીએ ફિલ્મ ‘ધડક’થી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું જેમાં તેની સાથે ઇશાન ખટ્ટર લીડ રોલમાં હતો.