Kartik Aaryanછે ‘અલગથી એક્શન’ કરવા માટે તૈયાર, વીડિયો શેર કરીને ચાહકોને કરી દીધા આશ્ચર્યચકિત

કાર્તિક આર્યન (kartik Aaryan) કોઈ પણ ફિલ્મનો ભાગ બનવાના નથી, પરંતુ તેઓ એક ગેમિંગ એપનો ભાગ બન્યા છે. જેમાં તે જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે.

Kartik Aaryanછે અલગથી એક્શન કરવા માટે તૈયાર, વીડિયો શેર કરીને ચાહકોને કરી દીધા આશ્ચર્યચકિત
Kartik Aaryan
| Edited By: | Updated on: Jun 20, 2021 | 9:37 PM

કાર્તિક આર્યન (kartik Aaryan) કોઈ પણ ફિલ્મનો ભાગ બનવાના નથી, પરંતુ તેઓ એક ગેમિંગ એપનો ભાગ બન્યા છે. જેમાં તે જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમની પ્રોફેશનલ લાઈફ વિશે ચાહકોને કહેતા રહે છે.

 

છેલ્લા કેટલાક દિવસોથી કાર્તિક સોશિયલ મીડિયા પર ચાહકોને તેમના નવા પ્રોજેક્ટ અંગેનો સંકેત આપી રહ્યા હતા. જે બાદ તેમના ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે તેઓ તેમની ફિલ્મની ઘોષણા કરવાના છે, પરંતુ ચાહકોના અનુમાન ખોટા સાબિત થયા છે.

 

અહીં જુઓ કાર્તિક આર્યનની પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

 

કાર્તિક કોઈ પણ ફિલ્મનો ભાગ બનવાના નથી, પરંતુ તે એક ગેમિંગ એપનો ભાગ બની ગયા છે. જેમાં તે જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે. તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ એક અલગ અવતારમાં એક્શન કરતા જોવા મળી રહ્યા છે. કાર્તિક હવે એકશન હીરો બની ગયા છે અને બ્રોલ યૂનિવર્સનો ભાગ બની ગયા છે. કાર્તિકે વીડિયો શેર કરતાં લખ્યું – હવે હું પણ બ્રોલ સ્ટાર. મને બ્રોલ યૂનિવર્સમાં જુઓ. કહો તમે શું વિચારો છો? અલગથી એક્શન.

 

કાર્તિકનો આ વીડિયો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પોસ્ટ પર ઘણા બોલિવુડ સેલેબ્સ કમેન્ટ કરી ચુક્યા છે. મૃણાલ ઠાકુરે લખ્યું – હાહાહહા ડેમ .. જ્યારે કોરિયોગ્રાફર ફરાહ ખાને લખ્યું – શું વાત છે.

 

રોમેન્ટિક ઈમેજને છોડી

કાર્તિક આર્યન હંમેશા બોલિવૂડમાં રોમેન્ટિક સ્ટાઈલમાં જોવા મળ્યા છે. તે પહેલીવાર સીરિયસ એક્શન કરતા જોવા મળશે. તેમના ચાહકો તેમની પ્રશંસા કરવાથી પોતાને રોકી શકતા નથી.

 

તાજેતરમાં જ સંકેત આપ્યા

કાર્તિક આર્યન છેલ્લા બે દિવસથી આ અવતારનો સંકેત આપી રહ્યા હતા. તેમણે સુપરહિરો લુકમાં ફોટો શેર કરતી વખતે લખ્યું હતું – આવી રહ્યું છે કંઈક અલગ જ… અનુમાન લગાવો. આ જોયા પછી ચાહકોએ એમ કહ્યું કે કાર્તિક તેમની ફિલ્મની ઘોષણા કરવા જઈ રહ્યા છે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન ટૂંક સમયમાં રામ માધવાનીની ફિલ્મ ધમાકામાં જોવા મળશે. તેમની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં કાર્તિક એક ન્યૂઝ એન્કરની ભૂમિકામાં જોવા મળશે. હવે ચાહકો આ ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય કાર્તિક જ્હાન્વી કપૂર સાથે દોસ્તાના 2માં જોવા મળવાના હતા. પરંતુ તેમને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ધમાકા ઉપરાંત કાર્તિક હવે ભુલ ભુલૈયા 2માં કિયારા અડવાણીની સાથે જોવા મળશે.