Brahmastra : રણબીર અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું મોશન પોસ્ટર આ દિવસે થશે રિલીઝ

|

Dec 12, 2021 | 6:42 AM

રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સુપરહીરોના રોલમાં જોવા મળવાનો છે. તેમાં તેમનું નામ શિવ છે. તે એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે.

Brahmastra : રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોશન પોસ્ટર આ દિવસે થશે રિલીઝ
Brahmastra

Follow us on

રણબીર કપૂર(Ranbir kapoor)  અને આલિયા ભટ્ટની (Alia bhatt)મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને (Brahmastra) લઈને ઘણા સમયથી સસ્પેન્સ હતું. ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે તેના મેકર્સ આ વિશે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા કરણ જોહરે પુષ્ટિ કરી છે કે આ ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર 15મી તારીખે રિલીઝ કરવામાં આવશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ માટે આ મોટી ખબર છે.

કોરોના મહામારી વચ્ચે રણબીર કપૂરની આ સુપરહીરો ફિલ્મનું શૂટિંગ ઘણી વખત રોકી દેવામાં આવ્યું હતું અને તેનું શૂટિંગ પણ ઘણી વખત શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ છેલ્લા ત્રણ વર્ષથી બની રહી છે. આ ડાયરેક્ટર અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત અને રિસર્ચ કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મો પૈકી એક કહેવાય છે. શનિવારે સાંજે ધર્મા પ્રોડક્શનના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મોશન પોસ્ટર શેર કરીને જણાવવામાં આવ્યું હતું કે તેનો પહેલો લુક 15 ડિસેમ્બરે શેર કરવામાં આવશે.

ફિલ્મની રિલીઝ ડેટ પણ 15 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.
આ દિવસે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને બ્રહ્માસ્ત્રની દુનિયાને ખૂબ જ અનોખી રીતે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. 15મી ડિસેમ્બરના શિવ નામના પાત્ર પરથી પણ પડદો ઊંચકાશે. તેનું નિર્માણ કરણ જોહર અને ડિઝની ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ 15 ડિસેમ્બરે જ થઈ શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની રિલીઝ ડેટ 9 સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવી શકે છે. આ દિવસ માટે બ્રહ્માસ્ત્રની સમગ્ર ટીમ હાજર રહેશે.

રણબીર કપૂર શિવ નામના સુપરહીરોનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સુપરહીરોના રોલમાં જોવા મળશે.આ ફિલ્મમાં રણબીરનું નામ શિવ છે. તે એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે. તેમાં આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં છે. અયાન મુખર્જી તેનું નિર્દેશન કરી રહ્યા છે.

આ પહેલા તેણે રણબીર કપૂર સાથે સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની જૈસી’ કરી હતી. આ ફિલ્મના ત્રણ ભાગ હશે. પરંતુ હવે સૌ પ્રથમ ભાગની રાહ જોઈ રહ્યા છે. આ સાથે ભારતને એક નવો સુપરહીરો મળવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Kisan Maha Panchayat: હવે ઉત્તર પ્રદેશ કૈરાનામાં 12 ડિસેમ્બરે રાકેશ ટિકૈત ભરશે કિસાન મહાપંચાયત, 2022ની ચૂંટણી પર થઈ શકે છે વાત

આ પણ  વાંચો : PM Narendra Modi: ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે વડાપ્રધાન મોદી હંમેશા અગ્રેસર, હવે 13 ડિસેમ્બરે કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Next Article