
આખી ઘટનાને સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે કારણ કે આ કેસ 20 વર્ષ જૂનો છે. 1996માં એક ફિલ્મ આવેલી જેનું નામ હતું છોટે સરકાર. આ ફિલ્મમાં એક ગીત હતું કે ‘એક ચુમ્મા તું મુઝકો ઉધાર દે દે….બદલે મેં યુપી બિહાર લે લે’ આ ગીતને અપમાનજનક ગણાવીને બાલમુકુન્દ તિવારીએ પાકુડમાં કેસ કર્યો હતો અને આ કેસમાં કોર્ટે શિલ્પા શેટ્ટી અને ગોવિંદાને સમન્સ જારી કર્યું હતું.
આ સમન્સને અવગણીને શિલ્પા શેટ્ટી અને ગોવિંદાએ કોર્ટમાં હાજરી આપી ન હતી. આમ સમન્સ બાદ પણ હાજર ન થતાં કોર્ટે બંનેની વિરુદ્ધમાં વોરન્ટ જાહેર કરી દીધું હતું. આ કાર્યવાહીથી બચવા માટે બંનેના વકીલે ઝારખંડ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
શિલ્પા અને ગોવિંદાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ ગીતમાં કોઈનું પણ અપમાન કરવામાં આવ્યું નથી. આ ગીત શરુ થાય તે પહેલાં પણ એક સૂચના બતાવવામાં આવી હતી જેમાં લખ્યું છે કે આ ગીતના દ્રશ્યો અને શબ્દો સાથે કોઈને સંબંધ નથી. આ ગીત માત્ર મનોરંજન માટે છે. આ ગીતમાં જાણીજોઈને કોઈ એવું અપમાન કરવામાં આવ્યું નથી. જેથી આ કાર્યવાહીને અટકાવી દેવામાં આવે. આમ સુનાવણી પછી નીચલી અદાલતે ઈશ્યું કરેલાં વોરંટને ઝારખંડ હાઈકોર્ટે રદ્દ કરી દીધું છે.
[yop_poll id=”894″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]