
જ્હાનવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પિંક કલરનો ડ્રેસ પહેરેલી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તેનો સુંદર દેખાવ જોવા મળી રહ્યો છે.

જ્હાનવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

જ્હાનવી કપૂરની આ તસ્વીરો પર શરૂઆતના થોડા કલાકોમાં લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ આવી ગયા હતા.

જ્હાનવીએ આ તસ્વીરોના કેપ્શનમાં લખ્યું છે, ‘બાર્બી બેબી’.

જ્હાનવીએ તેની બહેન ખુશી કપૂર સાથેની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે.

જ્હાનવીએ ખુશી સાથે તસ્વીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.