
લગ્ન હોય કે રેડ કાર્પેટ, ‘મનીષ મલ્હોત્રા’ બોલિવૂડ સ્ટાર્સની પહેલી પસંદ છે. આલિયા ભટ્ટની લગ્નની સાડી હોય, કિયારા અડવાણીના લગ્નનો પહેરવેશ હોય કે પછી પરિણીતી ચોપરાના લગ્નના કપડાં હોય, મનીષ માત્ર દુલ્હનને જ નહીં પરંતુ આ અભિનેત્રીઓના વરને પણ ખૂબ સારી રીતે સજાવવાનું કામ કરે છે.
માત્ર લગ્નોમાં જ નહીં પરંતુ સ્ટાર્સની દિવાળી પાર્ટીઓ અને મોટા એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ માટે પણ સારા અલી ખાન, અનન્યા પાંડે જેવી ઘણી અભિનેત્રીઓ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા ગાઉન પહેરવાનું પસંદ કરે છે.
માત્ર બોલિવૂડ અભિનેત્રીઓ જ નહીં પરંતુ દરેક છોકરીનું સપનું હોય છે કે ભવ્ય લગ્ન થાય અને તે જ લહેંગા પહેરે જે આલિયાએ તેના લગ્નમાં પહેર્યો હતો તેમજ એકટ્રેસ શ્રદ્ધા કપૂરે મોટા પડદા પર પહેર્યો હતો. પરંતુ સામાન્ય રીતે દરેકને સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ ‘ફર્સ્ટ કોપી’ લહેંગા અને સાડીઓથી ખુશ રહેવું પડે છે. પરંતુ જો તમે મનીષ મલ્હોત્રા પાસેથી કપડાં ખરીદવાનું નક્કી કર્યું છે, તો શું તમે જાણો છો કે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે? ચાલો જાણીએ.
Sparkler
Loving my custom-made @ManishMalhotra ♥️#Diwali pic.twitter.com/ovkpnqeCQV
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) November 13, 2023
બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના લહેંગાની કિંમત 1.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. પરંતુ જો તમે લગ્ન અથવા પ્રી-વેડિંગ ફંક્શન માટે લહેંગા અથવા સાડી ખરીદી રહ્યા છો, તો તમારે તેના માટે 3 થી 5 લાખ રૂપિયા આપવા પડશે. દુલ્હનના લહેંગાની કિંમત 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને પછી તેમની પાસે 15, 20, 25 લાખ રૂપિયા સુધીના લહેંગા રાખે છે. ગાઉન્સની વાત કરીએ તો મનીષ મલ્હોત્રાના રેડ કાર્પેટ ગાઉનની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો કે ક્યારેક આ ગાઉન રેડ કાર્પેટ માટે મનીષ અભિનેત્રીને મફતમાં આપે છે અથવા ભાડે પણ આપે છે.
Published On - 9:25 am, Wed, 6 December 23