
સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને શરવરીની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.

આવી સ્થિતિમાં, હવે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટે અત્યારથી તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આજે રણવીર સિંહ (Ranveer Singh)ના શો ધ બિગ પિક્ચરના પ્રમોશન માટે પહોંચી હતી.

આજે ચારેય સ્ટાર્સે બિગ પિક્ચરમાં પ્રમોશન માટે શૂટિંગ કરી લીધું છે.

આ દરમિયાન, સમગ્ર સ્ટાર કાસ્ટ ખૂબ જ સ્ટાઇલિશ શૈલીમાં દેખાઈ છે.

આ ફિલ્મ 2005 માં આવેલી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિક્વલ છે.