સલમાન ખાનના ભાઈ સોહેલ અને અરબાઝની વિરૂદ્ધ BMCએ નોંધાવી FIR 

સલમાન ખાનના ભાઈ સોહેલ, અરબાઝ અને ભત્રીજા નિર્વાન ખાનની વિરૂદ્ધ BMCએ FIR દાખલ કરી છે. 3ની વિરૂદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સલમાન ખાનના ભાઈ સોહેલ અને અરબાઝની વિરૂદ્ધ BMCએ નોંધાવી FIR 
Sohail Khan and Arbaaz Khan (File Image)
| Updated on: Jan 04, 2021 | 10:18 PM

સલમાન ખાનના ભાઈ સોહેલ, અરબાઝ અને ભત્રીજા નિર્વાન ખાનની વિરૂદ્ધ BMCએ FIR દાખલ કરી છે. 3ની વિરૂદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોહેલ, અરબાઝ અને નિર્વાન ખાન 25 ડિસેમ્બરે યૂએઈથી મુંબઈ આવ્યા હતા.

 

 

 

ત્રણે લોકોને મુંબઈ આવીને એરપોર્ટથી હોટલ તાજ લેન્ડસમાં ક્વોરન્ટાઈન થવાનું હતું પણ નિયમોનું ઉલ્લંઘન કરતા ત્રણે લોકો પોતાના ઘરે ગયા. FIR ખાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલ મુજબ કોવિડ-19ના નવા સ્ટ્રેનના કારણે યૂકે અને યૂએઈથી યાત્રા કરીને આવેલા લોકોને 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન થવું જરૂરી છે.

 

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત થવા હાઈકમાન્ડને કરી રજૂઆત