
બોલિવુડ સ્ટાર્સ ક્યાંય પણ જાય સામાન્ય રીતે તેમની ચારે તરફ કેમેરાની ભીડ જોવા મળે છે. બોલિવુડ સેલિબ્રેટી લાઇમલાઇટમાં રહેવા માટે અનેક વાર કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા છે. પરંતુ ક્યારેક કેમેરો જોઇ સ્ટાર્સને ગુસ્સો પણ આવે છે. પાપારાઝીની ભીડ જોઇ જયા બચ્ચન ગુસ્સે થઇ ગયા. આ સમયે તેમની સાથે બેટી શ્વેતા બચ્ચન હતી. બોલિવુડના મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતા સૂરજ મલ્હોત્રાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ દરમ્યાન અનેક બોલિવુડ સેલિબ્રિટી જોવા મળી. જયા બચ્ચન જ્યારે આ પ્રાર્થના સભામાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કેમેરામેને ફોટા પાડયા, અને નારાજ થઇ ગયા જયા બચ્ચન.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જયા બચ્ચને નારાજ થઇ પાપારાઝીને કહ્યું, “તમને લોકોને કોઇ તમીજ નથી, તમે લોકો એ નથી વિચારતા કે આ કેવો માહોલ છે. આવા મોકા પર જો તમારા ઘરની બહાર લોકો ભીડ થઇને ભેગા થઇ જાય, ત્યારે હું જોઇશ તમને લોકોને કેવું લાગે છે.” ગુસ્સામાં આ શબ્દો કહી જયા બચ્ચન ગાડીમાં બેસી ગયા.
અગાઉ બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર પણ પેપરાજી પર ભડકયા હતા. દિવાળીના મોકા પર મીડિયાના અવાજથી ઋષિ કપૂર હેરાન થઇ ગયા હતા. તેમણે ગુસ્સામાં આવી દરેકને શાંત રહેવાની અપિલ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:14 pm, Thu, 21 November 19