લગ્નની પ્રથમ એનિવર્સરીના દિવસે દીપિકા-રણવીરસિંહે ભગવાન તિરૂપતિના દરબારમાં માથુ ટેકવ્યું

બોલિવુડની હેપનીંગ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. બોલિવુડના આ રિયલ લાઇફ કપલે તેમના લગ્નની પહેલી મેરેજ એનિવર્સરી ભગવાન વેંકટેશ્વરના દર્શન કરીને મનાવી. જી, હા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની લગ્ન એનિવર્સરીના દિવસે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા. માંગમાં સિંદૂર, ગળામાં ચોકર અને લાલ સાડીમાં જોવા મળી દીપિકા. લાલ સાડીમાં દીપિકા દુલ્હન જેવી લાગી રહી […]

લગ્નની પ્રથમ એનિવર્સરીના દિવસે દીપિકા-રણવીરસિંહે ભગવાન તિરૂપતિના દરબારમાં માથુ ટેકવ્યું
| Edited By: | Updated on: Nov 15, 2019 | 12:19 PM

બોલિવુડની હેપનીંગ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. બોલિવુડના આ રિયલ લાઇફ કપલે તેમના લગ્નની પહેલી મેરેજ એનિવર્સરી ભગવાન વેંકટેશ્વરના દર્શન કરીને મનાવી. જી, હા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની લગ્ન એનિવર્સરીના દિવસે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા. માંગમાં સિંદૂર, ગળામાં ચોકર અને લાલ સાડીમાં જોવા મળી દીપિકા. લાલ સાડીમાં દીપિકા દુલ્હન જેવી લાગી રહી હતી. તો રણવીર કૂર્તા અને ચુડીદાર લૂકમાં જોવા મળ્યો. દીપિકાએ લખ્યું છે, ” અમે અમારા લગ્નની પહેલી એનિવર્સરી પર ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા આવ્યા છે. આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ માટે ધન્યવાદ.”

 

આ છે દીપિકા-રણવીરસિંહનો વીડિયો

આ શુભ દિવસે રણવીર સિંહ અને દીપિકા સાથે તેમના પરિવારના સદસ્યોએ પણ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા. ગયા વર્ષે 14 નવેમ્બર 2018 દીપિકા-રણવીરના લગ્ન ઇટલીના લેક કોમોમાં થયા હતા. તેમના લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. લગ્ન સમારંભમાં તેમના પરિવાર અને નજીકના સદ્સ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.