
એનસીબીએ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. એનસીબીએ આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આર્યન શનિવારે રાત્રે ક્રૂઝ પર રેવ પાર્ટી દરમિયાન એનસીબી દ્વારા પકડાયો હતો.

આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ હવે મેડિકલ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

તબીબી તપાસ બાદ આર્યનને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં કોર્ટ નક્કી કરશે કે આર્યનને પોલીસ કસ્ટડી મળશે કે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.

એનસીબીએ રેવ પાર્ટીમાં દરોડા દરમિયાન 8 લોકોની અટકાયત કરી હતી. આ આરોપીઓ પાસેથી ચરસ, MDMA, MD અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવી હતી.

આર્યન ખાનની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.