Dr. Ahmad El Masri કોણ છે ? જેની પાસે મલાઈકાથી માંડીને મોટા સ્ટાર્સ કરાવે છે હાડકાનો ઈલાજ

થોડાં સમય પહેલા ન્યૂઝ આવ્યા હતા કે મલાઈકા અરોરા એક ડોક્ટરના ક્લિનિક પર જોવા મળી હતી. પોતાના ગરદનના હાડકાં બાબતે તે ડોક્ટર પાસે ગઈ હતી. તો તમને જણાવી દઈએ કે આ ડોક્ટર કોણ છે અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેની પાસે ઈલાજ કરાવવા માટે આવે છે.

Dr. Ahmad El Masri કોણ છે ? જેની પાસે મલાઈકાથી માંડીને મોટા સ્ટાર્સ કરાવે છે હાડકાનો ઈલાજ
Ahmad El Masri MD
| Updated on: Dec 01, 2023 | 5:03 PM

બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના યોગા અને સુંદરતા માટે ફેમસ છે. તે પોતે યોગાથી પોતાના બોડીને ફિટ રાખે છે તેમજ ડાયટ પણ ફોલો કરે છે. આ યોગા ક્વિન હમણાં એક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પાસે ગઈ હતી. તેના ગળામાં કંઈક પ્રોબ્લેમને લીધે તે સારવાર કરાવવા ગઈ હતી.

તમને જણાવી એ કે એક્ટ્રેસ મલાઈકા અરોરા જે ડોક્ટર પાસે ગઈ હતી તે ડોક્ટર કોણ છે? જેની પાસે મોટા-મોટા સ્ટાર્સ પણ પોતાના ઈલાજ કરાવવા માટે આવે છે. જેમાં નિકિતા દત્તા, શાહિદ કપૂર તેમજ અક્ષરા હસન પણ તેની પાસે જાય છે.

આ ડોક્ટર અહમદ મસરી પોતે MD છે અને લોકોને હાડકાંની સારવાર કરી આપે છે. જેને આપણે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઓળખીએ છીએ. ડોક્ટર દવા વગર જ દર્દીને બેડ પર સુવડાવીને હાડકાને આમતેમ કરીને સારવાર કરે છે. તે એક કાઈરોપ્રેક્ટિક પણ છે. એટલે કે તે શરીરના નર્વસ સિસ્ટમ અને હાડકાંની સમસ્યાઓને દૂર કરવા માટે એક સારવાર કરે છે.

કાઈરોપ્રેક્ટિક સારવાર આપતા ડોક્ટરો પોતાના હાથનો ઉપયોગ કરીને દર્દીની પીડાની તપાસ કરે છે. તેઓ કોઈ મશીનનો ઉપયોગ કરતા નથી અને દવા આપતા નથી. આ ટ્રીટમેન્ટના નિષ્ણાતો પોતાના હાથે શોધી કાઢે છે કે કયા હાડકામાં શું સમસ્યા છે. તે પછી તેઓ તેમના હાથના દબાણથી તે હાડકાંને સેટ કરે છે. ડો. અહમદ મસરીએ આવી રીતે ઘણા દર્દીને સાજા કર્યા છે.

મલાઈકા અરોરાનું છોડો શાહિદ કપૂર પણ તેની પાસે હાડકાનો ઈલાજ કરાવવા માટે ગયો હતો. તે સિવાય ઘણા એવા સેલિબ્રિટી છે જે હાડકાંના ઈલાજ માટે ડોક્ટર અહમદ મસરી પાસે જતાં જોવા મળે છે.

અહીં જુઓ તે બધાની પોસ્ટ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો