જાણો રણવીર સિંહ માટે દીપિકા પાદુકોણ જાતે કઈ વાનગી બનાવે છે

લગ્ન બાદ કોઈ ને કોઈ કારણથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ચર્ચામાં રહ્યાં કરે છે. હાલમાં જ રણવીર સિંહે ખુલાસો કર્યો છે કે દીપિકા પોતે રણવીરને કઈ વાનગી બનાવીને ખવડાવે છે. આજની તારીખમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બૉલિવૂડનું સૌથી ચર્ચિત કપલ માનવામાં આવે છે. જ્યારથી તેમના લગ્ન થયા છે ત્યારથી કોઈ ને કોઈ કારણે […]

જાણો રણવીર સિંહ માટે દીપિકા પાદુકોણ જાતે કઈ વાનગી બનાવે છે
| Updated on: Feb 08, 2019 | 5:37 AM

લગ્ન બાદ કોઈ ને કોઈ કારણથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ચર્ચામાં રહ્યાં કરે છે. હાલમાં જ રણવીર સિંહે ખુલાસો કર્યો છે કે દીપિકા પોતે રણવીરને કઈ વાનગી બનાવીને ખવડાવે છે.

આજની તારીખમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બૉલિવૂડનું સૌથી ચર્ચિત કપલ માનવામાં આવે છે. જ્યારથી તેમના લગ્ન થયા છે ત્યારથી કોઈ ને કોઈ કારણે આ બંને ચર્ચામાં રહે છે. હાલમાં જ રણવીરસિંહે તેવો સ્વીકાર કર્યો હતો કે તેઓ દીપિકા સાથે લગ્ન કર્યા બાદ પોતાને દુનિયાની સૌથી ખુશનસીબ માને છે.

તો હાલમાં જ રણવીરે એ ખુલાસો કર્યો કે દીપિકા રણવીર માટે જાતે કઈ વાનગી બનાવે છે.

TV9 Gujarati

 

રણવીરે કહ્યું કે તેની જિંદગી ત્યારે બદલાઈ ગઈ જ્યારે દીપિકાએ તેના માટે રસમ-ભાત બનાવ્યા. અને આમ કહેતા જ રણવીર શરમાઈને હસવા લાગ્યા.

જ્યારે રણવીરને એમ પૂછાયું કે તેના અજીબોગરીબ અને નવા અવતાર વિશે દીપિકાનું શું માનવું છે ત્યારે રણવીરે કહ્યું કે દીપિકાને હવે તેની અજીબ સ્ટાઈલ્સની આદત પડી ગઈ છે પરંતુ બસ એક જ ફરિયાદ છે. રણવીર પ્રમાણે દીપિકાનું કહેવું છે કે, “તું દર 6 મહિનામાં એક અલગ વ્યક્તિ બની જાય છે.”

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દીપિકા અને રણવીરે ઈટલીના લેક કોમોમાં પોતાના પરિવાર અને ક્લૉઝ ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ સિંધી અને કોંકણી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બંનેએ બેંગલુરું અને મુંબઈમાં 3 રિસેપ્શન પાર્ટી આપી હતી.

[yop_poll id=1196]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]