Kangana Ranautનાં ટ્વીટ પર કોર્ટે મુંબઇ પોલીસ પાસે માગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસને કંગના અને તેની બહેનનાં ટ્વીટ અંગે તપાસ અહેવાલ રજુ કરવા નિર્દેશ કર્યો છે.

Kangana Ranautનાં ટ્વીટ પર કોર્ટે મુંબઇ પોલીસ પાસે માગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ
Kangana Ranaut
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:08 PM

અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસને અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેનનાં ટ્વીટની તપાસ અંગે પ્રગતિ અહેવાલ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. એપ્રિલ 2020માં, વકીલની ફરિયાદ અનુસાર,  આ ટ્વીટ લઘુમતી સમુદાય સામે નફરત દર્શાવતું હતું.

મેજિસ્ટ્રેટે શુક્રવારે આ હુકમ કર્યો હતો, જ્યારે અમ્બોલી પોલીસે ‘ઘૃણાસ્પદ’ ટ્વીટમાં ફરિયાદ અંગે પોતાનો અહેવાલ આપવા માટે વધુ સમય માંગ્યો હતો. કોર્ટે ઓક્ટોબર 2020 માં તપાસનો આદેશ આપ્યો હતો.અને પોલીસને 5 ડિસેમ્બર, 2020 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

5 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી દરમિયાન તેમનો અહેવાલ નોંધવાની અંતિમ તક આપવામાં આવી હોવા છતાં પોલીસે શુક્રવારે વધુ સમય માંગ્યો હતો. ફરિયાદી અલી કાસિફ ખાન દેશમુખે સીઆરપીસીની કલમ 204 અંતર્ગત બંને બહેનો વિરુદ્ધની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દેશમુખે જણાવ્યું હતું કે મેં તેમને મારું નિવેદન, પુરાવા અધિનિયમની કલમ 65 બી હેઠળ ઇલેક્ટ્રોનિક પુરાવા પ્રમાણપત્ર, આરોપીઓની વિગતો તેમજ ફરાહ ખાન અલી, કુબ્રા સૈત અને રીમા કાગતીનો સાક્ષી આપ્યો છે.

કોર્ટે આ કેસની વધુ સુનાવણી 4 માર્ચે મુલતવી રાખી હતી.

ફરિયાદમાં દેશમુખે આરોપ લગાવ્યો હતો કે રનૌતની મોટી બહેન રંગોલીએ એપ્રિલ 2020 માં લઘુમતી સમુદાય વિરુદ્ધ એક ટ્વીટ પોસ્ટ કર્યું હતું, જેના પગલે તેમનું ખાતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

તેમણે આરોપ લગાવ્યો હતો કે રનૌતે તે પછી તેની બહેનના સમર્થનમાં એક વિડિયો પોસ્ટ કર્યો અને જેમાં એકઠા થયેલા લઘુમતિ સમુદાયના સભ્યોને “આતંકવાદી” હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ, 153-બી, 195-એ, 298 અને 505 હેઠળના ગુનાઓ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે સાંપ્રદાયિક સદભાવનાને વિક્ષેપ પહોંચાડવા સંબંધિત છે.