સ્ટંટ ઉપર આધારીત ભારતના સૌથી મોટા રીયાલીટી શો ખતરો કે ખેલાડી મેડ ઈન ઈન્ડિયામાં આ સપ્તાહે રજુ થનારા શોમાં જન્માષ્ટમી પર્વને ખાસ ધ્યાને રખાયુ છે. આ સપ્તાહના અંતે રજુ થનારા રીયાલીટી શો ખતરો કે ખેલાડી મેડ ઈન ઈન્ડિયાના શોમાં ટેલિવિઝન પરદાનો ચોકલેટી બોય ગણાતા કરણ વાહી જોવા મળશે. જન્માષ્ટમી પર્વને ધ્યાને લઈને બનાવેલ આ ખાસ શોમાં, સ્પર્ધકોને દહી હાંડી ફોડવાનો સ્ટંટ આપવામાં આવ્યો છે. જેમાં કરણ વાહી પણ ભાગ લઈ રહ્યાં છે. ત્યારે જોવાનું એ છે કે શુ કરણ વાહી તેમને સોપાયેલા સ્ટંટના ભાગરૂપે દહીહાંડી ફોડી શકે છે કે નહી… ?
Published On - 3:24 pm, Tue, 11 August 20