Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ

સુશાંતના મૃત્યુ બાદથી તેના ચાહકોનો એક મોટો વર્ગ સતત સીબીઆઈથી લઈને પીએમ મોદીને તેના મૃત્યુનું સત્ય બહાર લાવવાની અપીલ કરી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી ટ્વિટર પર દરરોજ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ
Candle march held at Delhi's Jantar Mantar to get justice for Sushant Singh Rajput
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:04 PM

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh rajput) મૃતદેહ 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. ત્યારથી, તેના ચાહકો અભિનેતાને ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યા છે.  તેની બહેન પણ ભાઈને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે અને હવે તેની બહેન પ્રિયંકાએ દિલ્હીના જંતર-મંતર ખાતે “જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત” અભિયાનને વેગ આપવા માટે આયોજિત ‘કેન્ડલ માર્ચ’માં ભાગ લીધો.

 

દિલ્હીમાં તેની સાથે આ માર્ચમાં સુશાંતના સેંકડો ચાહકોએ પણ ભાગ લીધો હતો અને સુશાંત માટે ન્યાયની માંગ કરી હતી. સુશાંતના મૃત્યુ બાદથી તેના ચાહકોનો એક મોટો વર્ગ સતત સીબીઆઈથી લઈને પીએમ મોદીને તેના મૃત્યુનું સત્ય બહાર લાવવાની અપીલ કરી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી ટ્વિટર પર દરરોજ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કેસની તપાસ હજુ સીબીઆઈ પાસે બાકી છે.

 

અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી, તેનો પરિવાર અને તેના ચાહકો આ મામલાના તળિયે જવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સુશાંતની બહેન પ્રિયંકાએ પણ તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેની સ્વર્ગસ્થ માતા અને ભાઈની તસવીરોનો કોલાજ શેર કર્યો અને લખ્યું, ‘ગઈકાલ ખૂબ જ ભારે હતી. મને ખબર નહોતી કે મને મા કે સુશાંત કોણ મિસ કરી રહ્યું છે, હું હવે આ રીતે જીવી નહીં શકું. મનની શાંતિ માટે હું દિલ્હીના જંતર-મંતર પર યોજાનારી કેન્ડલ માર્ચનો ભાગ બનીશ.

આ પણ વાંચો –

Surat: હેડકલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પગલા લઈ ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા આપ દ્વારા કલેક્ટરને આવેદન

આ પણ વાંચો –

Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના