
બોલીવુડના બે મોટા સ્ટારર રણબીર કપુર અને વિકી કૌશલની ફિલ્મ પર બોલીવુડની દિગ્ગજોને ઘણી આશા હતી. વર્ષ પુરૂ થવાના આરે છે ત્યારે આ બે ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવવાની તમામને આશા હતી જો કે તે વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ રિલિઝના 7 મા દિવસે બંને ફિલ્મો કમાણીમાં હાંફી ગયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતના થોડા દિવસોમાં બમ્પર કમાણી કરી હતી અને માત્ર 6 દિવસમાં વિશ્વભરમાં લગભગ 527 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી ઘટી રહી છે. એનિમલની સાથે વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મની હાલત પણ બોક્સ ઓફિસ પર સારી દેખાઈ રહી નથી.
આ બંને ફિલ્મોએ 7મા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો તેના ચોક્કસ આંકડા શુક્રવારે સામે આવશે. પરંતુ સેકનિલ્કના અહેવાલમાં ચોક્કસપણે બંને ફિલ્મોની અંદાજિત કમાણીનો આંકડો શેર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે બંને ફિલ્મો કેટલા કરોડની કમાણી કરશે.
સેકનિલ્કના અહેવાલ મુજબ, ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી, અનુમાન છે કે એનિમલ 7માં દિવસે 24.22 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, જે છઠ્ઠા દિવસની તુલનામાં ઓછી છે. છઠ્ઠા દિવસે ફિલ્મે 30.39 કરોડનો બિઝનેસ કર્યો હતો. અમે જે આંકડાઓ આપી રહ્યા છીએ તે ભારતીય બોક્સમાંથી છે. જો ફિલ્મ 7માં દિવસે 24.22 કરોડ રૂપિયાની કમાણી કરે છે તો 7 દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ કમાણી 337 કરોડ રૂપિયાને પાર કરી જશે. આશા છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ વિશ્વવ્યાપી રૂ. 600 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.
જો આપણે વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર વિશે વાત કરીએ, તો તે જ અહેવાલ મુજબ, ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં, એવી અપેક્ષા છે કે 7માં દિવસે ફિલ્મનું કલેક્શન 2.92 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જો આમ થશે તો 7 દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 38 કરોડ રૂપિયાને પાર કરી જશે.
Published On - 7:29 am, Fri, 8 December 23