Video: જો તમે બોલીવુડના મોટા સિંગર બની ગયા તો તમને કેટલા રૂપિયા મળશે? જાણો હની સિંહથી લઇને નેહા કક્કર સુધી કોણ લે છે કેટલી ફી

હિન્દી ફિલ્મોમાં જેટલું મહત્વ તેની સ્ટોરીનું હોય છે તેટલું જ મહત્વ તેના ગીતોનું પણ હોય છે. ઘણા એવા બોલીવુડ સિંગર છે જેમના ગીતો દ્વારા ફિલ્મો હીટ થાય છે. સિંગર પણ એક સોંગ માટે લાખો રૂપિયાની ફી લે છે. તો આજે આપણે જાણીશું સિંગર એક ગીત માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે. રોચક VIDEO જોવા માટે […]

Video: જો તમે બોલીવુડના મોટા સિંગર બની ગયા તો તમને કેટલા રૂપિયા મળશે? જાણો હની સિંહથી લઇને નેહા કક્કર સુધી કોણ લે છે કેટલી ફી
| Updated on: Jun 17, 2019 | 12:50 PM

હિન્દી ફિલ્મોમાં જેટલું મહત્વ તેની સ્ટોરીનું હોય છે તેટલું જ મહત્વ તેના ગીતોનું પણ હોય છે. ઘણા એવા બોલીવુડ સિંગર છે જેમના ગીતો દ્વારા ફિલ્મો હીટ થાય છે. સિંગર પણ એક સોંગ માટે લાખો રૂપિયાની ફી લે છે. તો આજે આપણે જાણીશું સિંગર એક ગીત માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બોલીવુડમાં મોંધા સીંગરની વાત કરીએ તો તે છે સૂફી સિંગર રાહત ફતેહ અલી ખાન છે જે એક સોંગ માટે રૂ. 20 લાખની ફી લે છે. રોમાન્ટિક સિંગર અરજીત સિંહ એક ગીત રેકોર્ડ કરવાના 15 લાખ રૂ. ચાર્જ કરે છે. મેલ સિંગરની સાથે ફિમેલ સીંગર એવા શ્રેયા ઘોષાલ પણ 15 થી 20 લાખ રૂ. એક ગીતના રેકોર્ડીંગ માટે વસૂલે છે. સોનુ નિગમ તેના ગીત માટે 10 થી 15 લાખ રૂ.નું મહેનતાણું લે છે. રેપર સિંગર યો યો હની સિંહ બોલીવુડમાં ગીત માટે રૂ.15 લાખની ફી લે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બોલીવુડના ગીતોમાં પંજાબી તડકો લગાવનાર ગાયક એવા મિકા સિંહ એક ગીત માટે રૂ.13 લાખ ચાર્જ લે છે. હવે જો આતિફ અસલમની વાત કરીએ તો તેને મળે છે રૂ.10 લાખ એક ગીત રેકોર્ડિંગના. મોહિત ચૌહાણ ફિલ્મના સોંગ માટે રૂ. 6 થી 10 લાખ લે છે. સિંગર અંકિત તિવારી એક ગીતના રૂ. 6 લાખ વસૂલે છે અને છેલ્લે વાત કરીએ ફિમેલ સિંગર નેહા કક્કરની તો તે એક સોંગ રેકોર્ડિંગ માટે રૂ.3 લાખ ફી લે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:25 am, Mon, 17 June 19