એક્ટર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનનું 57 વર્ષની વયે બીજો સંસાર માંડ્યો છે એટલે કે બીજી વાર લગ્ન કર્યા છે. 24 ડિસેમ્બરે અરબાઝ ખાને 41 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. ખાસ વાત એ છે કે આ લગ્નમાં અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પણ હાજર રહ્યો હતો.
અરહાન તેના પિતાના બીજા લગ્નથી ખુશ દેખાતો હતો. અરહાને તેના પિતા અને સ્ટેપ મધર સાથે ડાન્સ પણ કર્યો હતો. ત્રણેયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ જેવા લગ્ન પુરા થઈ ગયા કે તરત જ અરહાન પોતાની માતા મલાઈકાના ઘરે પહોંચી ગયો છે.
પિતાના લગ્ન બાદ અરહાને તેની માતા મલાઈકાના ઘરે પહોંચીને ક્રિસમસની ઉજવણી કરી હતી. મલાઈકાએ પોતે દીકરાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. મલાઈકાએ માત્ર અરહાનની તસવીરો જ પોસ્ટ કરી નથી, પરંતુ ક્રિસમસની સજાવટ અને વિવિધ વાનગીઓની તસવીરો પણ પોસ્ટ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ ફોટો પોસ્ટ કરતી વખતે મલાઈકાએ કેપ્શનમાં દરેકને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીની પોસ્ટ પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘણા લોકો મલાઈકાને ટ્રોલ પણ કરી છે.
એક સમય એવો હતો જ્યારે મલાઈકા અને અરબાઝના સંબંધોની ચર્ચા થતી હતી. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મલાઈકાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે. પરંતુ તેમનો સંબંધ માત્ર 18 વર્ષ જ ચાલ્યો હતો. બંનેને 21 વર્ષનો પુત્ર પણ છે. પરંતુ છૂટાછેડા પછી પણ મલાઈકા-અરબાઝ બાળક માટે સાથે જોવા મળે છે. ત્રણેયની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
છૂટાછેડા પછી મલાઈકાના જીવનમાં એક્ટર અર્જુન કપૂરની એન્ટ્રી થઈ છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની ઉંમરના તફાવતને કારણે તેઓ ટ્રોલ પણ થયા હતા. છૂટાછેડા પછી અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં હતો. પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આખરે અરબાઝ ખાને શૂરા સાથે બીજી જિંદગી શરૂ કરી છે.
Published On - 1:31 pm, Tue, 26 December 23