ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા
બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે તે કલાકારોને સોશિયલ મીડિયા પર ઘેરી લીધા છે, જેમને તાજેત્તરમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરી હતી. અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે અમારા સમુદાયના ઘણાં લોકોએ એક પત્ર જાહેર કરીને આવનારી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત નહી આપવાની અપીલ કરી છે, જેને લોકોએ જાતે લોકશાહીની રીતથી પસંદ કરી છે. Web Stories […]

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે તે કલાકારોને સોશિયલ મીડિયા પર ઘેરી લીધા છે, જેમને તાજેત્તરમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરી હતી.
અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે અમારા સમુદાયના ઘણાં લોકોએ એક પત્ર જાહેર કરીને આવનારી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત નહી આપવાની અપીલ કરી છે, જેને લોકોએ જાતે લોકશાહીની રીતથી પસંદ કરી છે.
અનુપમ ખેરે લખ્યુ કે બીજા શબ્દોમાં કહીએ તો અધિકૃત રીતે વિપક્ષ માટે કેમ્પેઈન કરી રહ્યા છે. હવે તે દેખાડો તો નથી કરી રહ્યા સરસ, બોલીવુડ અભિનેતા નસરૂદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલા 600થી વધારે લોકોએ ભાજપને મત ના આપવાની અપીલ કરી હતી.
So some people from my fraternity have issued a letter for public to vote out the present constitutionally elected government in the coming elections. In other words they are officially campaigning for opposition parties. Good!! At least there are no pretensions here. Great. 🙏 pic.twitter.com/gqnZBGNdKa
— Anupam Kher (@AnupamPKher) April 6, 2019
પત્રમાં શું લખવામાં આવ્યું
જાહરે કરેલા પત્રમાં લખ્યું કે આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી વધુ ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય જોખમમાં છે. કોઈપણ લોકશાહીને કમજોર અને સૌથી વંચિત લોકોને સશક્ત બનાવવા જોઈએ. કોઈ લોકશાહી કોઈ પ્રશ્ન અને વિપક્ષ વગર કોઈ કામ નથી કરી શકતું. વર્તમાન સરકારે આ બધાને પોતાની તાકાતથી નિષ્ફળ કરી દીધા છે. બધા જ લોકો ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે મત આપે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]