
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આજકાલ પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં ધાકડમાં જોવા મળશે. આજે કંગના તેમની બહેન રંગોલી અને ભત્રીજા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

કંગનાનો એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે બ્લુ કલરનું સૂટ પહેર્યું હતું

કંગનાની બહેન રંગોલીની હાલમાં મુશ્કેલીઓ વધી છે. કંગનાની સાથે તેમની બહેન રંગોલી સામે પણ કોપીરાઈટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ કેસમાં રંગોલીની પૂછપરછ કરવામાં આવી નથી. હવે આ કેસમાં લેખક આશિષ કૌલે પણ પોતાની લેખિત ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને મોકલી છે.

આશિષ કૌલે પોતાની લેખિત ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા બાદ રંગોલીની મુશ્કેલીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં કંગના તેમની બહેન સાથે ઉભી જોવા મળી રહી છે.

કંગનાના એરપોર્ટ લુકની વાત કરીએ તો તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના પાસે હાલમાં ફિલ્મોની લાઈન છે. તે તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.