
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેમની પત્ની લતાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસ્વીર શેર કરી છે. એવોર્ડ સમારોહ પછી તેમની મુલાકાત થઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે-સાથે રજનીકાંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.

રજનીકાંત અને નરેન્દ્ર મોદીની મિત્રતા ઘણી જૂની છે. તેઓ કોઈપણ કારણ વગર આ રીતે મળતા રહે છે. પરંતુ આ વખતે મુલાકાત વડાપ્રધાનના નિવાસ સ્થાને થઈ હતી.

રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.