
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.

જો કે, તે દિવસે તેને જામીન મળ્યા ન હતા કારણ કે તે સમયે કાગળની કાર્યવાહી પૂર્ણ થઈ ન હતી. પરંતુ હવે આજે એટલે કે શનિવારે તેના ઘરે મન્નત આવી ગયો છે.

આખો પરિવાર આર્યનને મન્નતમાં આવકારવા તૈયાર હતો. એટલું જ નહીં મન્નતને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

હવે આર્યન પરત ફર્યા બાદ બહેન સુહાના ખાન પણ તેને મળવા દુબઈથી ભારત પાછી આવવાની છે.

જણાવી દઈએ કે આર્યનને જામીન મળ્યા બાદ સુહાનાએ સોશિયલ મીડિયા પર આર્યન સાથે બાળપણનો ફોટો શેર કરીને આઈ લવ યુ લખ્યું હતું. આર્યન અને સુહાના એકબીજાની ખૂબ જ નજીક છે.

આર્યન જેલમાં ગયો ત્યારથી સુહાના સોશિયલ મીડિયા પર એક્ટિવ નહોતી. તે તેના ભાઈ માટે પણ ખૂબ ચિંતિત હતી.