
અભિનેતા રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. આ વર્ષ 2023ના અંતમાં ઘણી હસ્તીઓ રજાઓ માણવા વિદેશ જઈ રહી છે. આવી સ્થિતિમાં સુઝેને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે ટ્રિપનું પ્લાનિંગ પણ કર્યું છે. આ કપલ નવા વર્ષને આવકારવા વેકેશન પર જઈ રહ્યું છે. બંને શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ વખતે પાપારાઝીએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. પરંતુ એરપોર્ટ પર પ્રવેશતા પહેલા કંઈક એવું બન્યું કે અર્સલાન અને સુઝેનને ઘરે પરત ફરવું પડ્યું હતુ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તરફથી અદભૂત પ્રતિક્રિયા મળી રહી છે.
સુઝેન અને અર્સલાન શનિવારે સવારે મુંબઈથી ફ્લાઈટમાં ચઢવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સુઝેન અને અર્સલાન એરપોર્ટના ગેટ પર પહોંચે છે. પરંતુ જ્યારે તેને તેનું આઇડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે અરસલાને ટાળવાનું શરૂ કર્યું.
સુઝાને તેના ડોક્યુમેન્ટ્સ અધિકારીઓને બતાવ્યા હતા, પરંતુ અર્સલાનને તેનો પાસપોર્ટ મળી શક્યો નહીં. આ સમયે બંને એકબીજા સાથે વાત કરે છે અને ફરી પાછા જવાનું શરૂ કરે છે. આ વીડિયો પર નેટીઝન્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
એકે લખ્યું, “જો ક્રિસને કહ્યું હોત તો તે લાવ્યો હોત.” કેટલાકે હૃતિક રોશનના ફની GIF વીડિયો પોસ્ટ કર્યા છે. નેટીઝન્સે પણ મજાકમાં કહ્યું કે, ‘જો રિતિક રોશન ક્રિશ હોત તો પાસપોર્ટ લઈને આવ્યો હોત.’ ફિલ્મ ‘ક્રિશ’માં સુઝેનના પૂર્વ પતિ અને અભિનેતા રિતિક રોશને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ક્રિશને કેટલીક સુપરપાવરમાં બતાવ્યો છે, જેના કારણે તે ગમે ત્યાં ઉડી શકે છે. આ મામલે નેટીઝન્સે સુઝેન અને અર્સલાનની મજાક ઉડાવી છે.
2014માં રિતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને બે બાળકો છે. છૂટાછેડા પછી, સુઝેન અર્સલાનને ડેટ કરી રહી છે. તે બિગ બોસ ફેમ અલી ગોનીનો ભાઈ છે. બીજી તરફ હૃતિક અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. છૂટાછેડા પછી પણ રિતિક અને સુઝેનના સંબંધો સારા છે. આટલું જ નહીં સુઝેન રિતિક અને સબાના ફોટા પર પ્રેમભરી કમેન્ટ્સ પણ કરતી જોવા મળે છે. આ ચારેયની મિત્રતાને નેટીઝન્સ અવાર-નવાર ટ્રોલ કરે છે.
Published On - 6:54 pm, Sat, 30 December 23