અક્ષય કુમાર બીજી વખત કોરોના પોઝિટિવ, કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2022 સામેલ નહીં થાય

અક્ષય કુમાર અગાઉ એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ હતો. રામ સેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. અક્ષયની સાથે રામ સેતુના ક્રૂના ઘણા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે

અક્ષય કુમાર બીજી વખત કોરોના પોઝિટિવ, કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2022 સામેલ નહીં થાય
Actor Akshay Kumar
| Edited By: | Updated on: May 14, 2022 | 11:06 PM

અક્ષય કુમાર (Akshay Kumar)નો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ ટ્વિટર પર તેના ચાહકોને સંક્રમિત ( COVID) થયાની માહિતી આપી હતી. તેના ટ્વિટમાં, અક્ષયે એ પણ શેર કર્યું કે તે કોરોનાને કારણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.અક્ષય કુમારે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેણે ટ્વીટ કર્યું – ખરેખર કાન્સ 2022માં ઈન્ડિયા પેવેલિયનમાં અમારા સિનેમાની રાહ જોઈ રહ્યો છું પરંતુ દુઃખની વાત છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. અનુરાગા ઠાકુર તમને અને તમારી ટીમને શુભકામનાઓ. હું ત્યાં ન હોવાનું ચૂકીશ.

જો અહેવાલોનું માનીએ તો, અક્ષય કુમાર એઆર રહેમાન, આર માધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, નયનતારા, તમન્ના ભાટિયા અને શેખર કપૂર સાથે કાન્સ 2022 માં હાજરી આપવા જઈ રહ્યા છે.

અક્ષય કુમાર અગાઉ એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ હતો. રામ સેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. અક્ષયની સાથે રામ સેતુના ક્રૂના ઘણા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં માનુષી છિલ્લર સાથે પૃથ્વીરાજમાં જોવા મળશે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજ અને માનુષી સંયોગિતાના રોલમાં જોવા મળશે. અક્ષય ટૂંક સમયમાં પૃથ્વીરાજનું પ્રમોશન શરૂ કરવા જઈ રહ્યો હતો.

Published On - 10:42 pm, Sat, 14 May 22