આ 5 કારણોને લીધે ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર કરી રહી છે જોરદાર કમાણી

પહેલા દિવસે ફિલ્મ 'એનિમલ' એ વિશ્વભરમાં લગભગ 110 થી 115 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો તમે થિયેટરમાં જતા હોવ તો જાણી લો તે 5 વાતો જે ફિલ્મને હિટ કરી દીધી છે. હાલમાં ફક્ત અભિનેતા રણબીર કપૂર સ્ટારર 'એનિમલ' વિશે વાત કરીએ કે શા માટે તે સફળ રહી છે.

આ 5 કારણોને લીધે ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કરી રહી છે જોરદાર કમાણી
movie Animal has been successful
| Updated on: Dec 02, 2023 | 5:20 PM

હાલમાં માત્ર અને માત્ર એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે જંગી કમાણી કરી છે. ફિલ્મ ‘એનિમલ’એ રિલીઝ થયાના પ્રથમ દિવસે દેશભરમાં 61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

5 મહત્વના કારણો

જ્યારે ફિલ્મ ‘એનિમલ’એ વિશ્વભરમાં 110 થી 115 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ફિલ્મ બોક્સ ઓફિસ પર શા માટે ધૂમ મચાવી રહી છે તેની પાછળના 5 મહત્વના કારણો છે. જેના કારણે મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મો જોવા માટે સિનેમાઘરો તરફ વળ્યા છે.

સાચું કહું તો ફિલ્મ ‘જવાન’ અને ‘પઠાણ’ બાદ હવે ફિલ્મ ‘એનિમલ’ મોટા પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે રણબીર કપૂરને એકદમ અલગ લુકમાં બતાવવાનો નિર્દેશકનો પ્રયાસ સફળ રહ્યો છે. ફિલ્મમાં રણબીર ગ્રે શેડ્સ સાથેનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. તેનું ભયાનક સ્વરૂપ જોઈને તમે ચોંકી જશો.

થઈ રહી છે પ્રશંસા

જેટલી ફિલ્મ ‘એનિમલ’ના વખાણ થઈ રહ્યા છે તેટલા જ અભિનેતા બોબી દેઓલના પણ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોબીનો આવો અંદાજ ફેન્સે પહેલા ક્યારેય જોયો નથી. આ ફિલ્મમાં બોબી વિરોધી ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અભિનેતા દ્વારા ભજવવામાં આવેલા પાત્રની દરેક સ્તરેથી પ્રશંસા થઈ રહી છે.

ફિલ્મ ‘એનિમલ’ની ત્રીજી અને સૌથી ખાસ વાત અભિનેત્રી રશ્મિકા મંદાના છે. રશ્મિકા અને રણબીર પહેલીવાર ફિલ્મ ‘એનિમલ’થી ચાહકોને મળ્યા હતા. ચાહકોએ પણ આ જોડીને આવકારી છે. આ ફિલ્મમાં બંનેની લવસ્ટોરી પર ચાહકોનું ધ્યાન ગયું છે.

ફિલ્મના ઘણા સીન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મને હિટ બનાવવા માટે ખાસ કમાલ પણ કરી છે. ફિલ્મ ‘એનિમલ’ એક ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર રણબીરના પિતાની ભૂમિકામાં છે.

કઈ ફિલ્મ વધી શકશે આગળ

અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘એનિમલ’ ચાહકોની સાથે-સાથે સેલિબ્રિટીઝ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ ફિલ્મ ‘એનિમલ’ની સાથે એક્ટર વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘સેમ બહાદુર’ પણ મોટા પડદા પર રિલીઝ થઈ છે. તો ‘કાંટે કી ટક્કર’ બે ફિલ્મો ‘એનિમલ’ અને ‘સામ બહાદુર’માં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મ રેસ જીતશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો