New Parliament : નવા સંસદભવનના ઉદ્ઘાટન પર બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સે PM મોદીને પાઠવ્યા અભિનંદન

પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધુ છે. ત્યારે પીએમ મોદીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે આ સ્થિતિમાં બોલિવૂડથી લઈને દરેક ઈન્ડસ્ટ્રીના લોકો પીએમ મોદીને આભાર માની અભિનંદન પાઠવી રહ્યા છે.

New Parliament : નવા સંસદભવનના ઉદ્ઘાટન પર બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સે PM મોદીને પાઠવ્યા અભિનંદન
Bollywood to South stars congratulate PM Modi
| Edited By: | Updated on: May 28, 2023 | 3:21 PM

New Parliament: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત માટે આજનો દિવસ મોટો છે. નવું સંસદ ભવન ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. નવા ભવનની બનાવટથી લઈને દરેક નાની વિગતો પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.

પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધુ છે. ત્યારે પીએમ મોદીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે આ સ્થિતિમાં બોલિવૂડથી લઈને દરેક ઈન્ડસ્ટ્રીના લોકો પીએમ મોદીને આભાર માની અભિનંદન પાઠવી રહ્યા છે.

બોલિવૂડ એક્ટરે પીએમને અભિનંદન પાઠવ્યા

પીઢ કલાકાર અનુપમ ખેર પણ પોતાની વાત બધાની સામે ખુલીને રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, આજના ખાસ અવસર પર, અનુપમ ખેરે પોતાનો વીડિયો શેર કરતા તમામ ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત આ નવી સંસદ ભવન હજારો વર્ષો સુધી વિશ્વના દરેક દેશ માટે અને લોકશાહી પ્રણાલીનું અનોખું પ્રતિક બને તેવી ભાવના સાથે પ્રાર્થના પણ કરી હતી.

https://twitter.com/AnupamPKher/status/1662655591117119490?s=20

રજનીકાંતે પીએમનો આભાર માન્યો

દક્ષિણથી લઈને બોલિવૂડ સુધીના જાણીતા પીઢ કલાકાર રજનીકાંતે પણ પીએમને અભિનંદન પાઠવ્યા છે. રજનીકાંતે ટ્વીટ કર્યું કે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક – રાજદંડ – ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. આદરણીય ભારતના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પીઢ અભિનેત્રી હેમા માલિનીએ પણ એક વીડિયો દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે અને પીએમ મોદીનો આભાર માન્યો છે.

પીએમએ તમિલ સંસ્કૃતિની કરી પ્રસંશા

રજનીકાંતના ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ પણ લખ્યું છે કે સમગ્ર દેશને તમિલનાડુની ભવ્ય સંસ્કૃતિ પર ગર્વ છે. નવા સંસદ ભવનમાં આ મહાન રાજ્યની સંસ્કૃતિનો મહિમા થતો જોવો ખરેખર આનંદદાયક છે. હેમા માલિનીએ પણ એક વીડિયો દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનો વીડિયો શેર કરતી વખતે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સહિત ઘણા સ્ટાર્સે પોતાના અવાજમાં કંઈક ને કંઈક કહ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, અનુપમ ખેર જેવા નામો પણ આ યાદીમાં સામેલ છે. પીએમ મોદીના નિર્ણયો પર ફિલ્મ સ્ટાર્સ સમયાંતરે ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આજે આ ખાસ અવસર પર પીએમ મોદીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ સ્ટાર્સે પણ પીએમના વખાણ કરતા તેમને અભિનંદન પાઠવ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો