
બોલીવુડમાં લાંબા સમયથી ‘બાજીરાવ-મસ્તાની’ દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે મુંબઇ એરપોર્ટ પર રણવીર સિંઘ સાથે દીપિકા પાદુકોણ નવા અવતારમાં જ જોવા મળી હતી. નવ પરણિત કપલને જોવા માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ફેન્સ એકત્ર થયા હતા.
એરપોર્ટની અંદર દીપિકા પોતાના સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ જેવી તે બહાર નીકળી ત્યારે તેના લુકમાં ચેન્જ જોવા મળ્યો હતો. સિલ્ક ક્રીમ રંગના કુર્તા અને લાલ રંગની હેવી ઓઢણીમાં દીપિકા નવવધૂ અવતારમાં જાજરમાન લાગતી હતી.
એટલું જ નહીં તેના માથા પર સિંદૂર, હાથોમાં મેહંદી અને ચૂડા પહેરીને દીપિકા એકદમ આકર્ષક લાગી રહી હતી. રણવીર અને દીપિકા પોતાના ફેન્સનું અભિવાદન કરી રહ્યા હતા.
રણવીર અને દીપિકાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમને જોઇને રણવીરે હાથ હલાવીને પોતાના ફેન્સનો આભાર પણ માન્યો હતો.
રણવીર સિંઘ સફેદ કુર્તા અને તેના પર પિંક જેકેટ પહેરીને જોવા મળ્યો હતો. આ કપલના લગ્ન હાલમાં જ ઇટલીના લેક કોમાં યોજાયા હતા.
જે પછી બંને સ્ટાર ભારત પરત ફર્યાા છે. જ્યાં હવે દીપિકાના પરિવાર તરફથી 21 નવેમ્બરના બેંગ્લુરૂમાં રિસેપ્શન આપવામાં આવશે, જ્યારે રણવીરના પરિવાર તરફથી 28 નવેમ્બરના મુંબઇમાં રિસેપ્શન આપવામાં આવશે.
દીપિકા-રણવીરના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
Published On - 7:20 am, Sun, 18 November 18