Kargil Vijay Diwas: શું તમે જોઈ છે કારગિલ યુદ્ધ પર આધારિત આ 7 દમદાર ફિલ્મ્સ? જુઓ લીસ્ટ
Kargil Vijay Divas: બોલીવૂડમાં અનેક વિષયો પર ફિલ્મ બની છે. પરંતુ ઘણી એવી ફિલ્મ્સ પણ છે જે દેશભક્તિથી તરબતોળ હોય છે. ચાલો જાણીએ કારગિલ યુદ્ધ આધારિત આ ફિલ્મ્સ વિશે.
1 / 8
Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસની આજે એટલે કે 26 જુલાઈના રોજ 22મી વર્ષગાંઠ નિમિતે ચાલો તમને જણાવી દઈએ કે કઈ ફિલ્મો આ યુદ્ધના પ્લોટ પર બની છે.
2 / 8
LOC (2003): આ કદાચ કારગિલ યુદ્ધની કથા કહેથી સૌથી વિગતવાર ફિલ્મ છે. જે લગભગ ચાર કલાક અને 15 મિનિટ લાંબી છે. કારગિલમાં ભારતીય સૈનિકોના સંઘર્ષ અને પાકિસ્તાની ઘુસણખોરો સામેના યુદ્ધને દર્શાવતી આ ફિલ્મ સૌથી સચોટ, હૃદયસ્પર્શી અને રોમાંચક છે. આ ફિલ્મનું દિગ્દર્શન જે.પી.દત્તાએ કર્યું હતું અને તેમાં સંજય દત્ત, અયુબ ખાન, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ભારતીય સૈન્યના 'ઓપરેશન વિજય' પર આધારિત હતું.
3 / 8
ટેંગો ચાર્લી (2005): અજય દેવગણ અને બોબી દેઓલ અભિનીત આ ફિલ્મમાં (Tango Charlie) અલગ અલગ લડાઈ છે. મણિશંકર દિગ્દર્શિત આ ફિલ્મનો છેલ્લો ભાગ 1999 ના કારગિલ યુદ્ધ પર આધારિત છે. જો કે, રિલીઝ થયા પછી, આ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી.
4 / 8
લક્ષ્ય (2004): યુદ્ધ લોકોમાં પરિવર્તન લાવે છે, તે ઘણી વાર નબળા અને બેજવાબદાર વ્યક્તિને પણ જવાબદાર બનાવે છે. આવી જ વાર્તા પર આધારિત ફિલ્મ છે lakshya. આ ફિલ્મમાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને અભિનેતા રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં છે. ફરહાન અખ્તરે લક્ષ્ય ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.
5 / 8
મૌસમ (2011): યુદ્ધના સમયમાં પ્રેમ થયાની સ્ટોરી દર્શાવે છે આ ફિલ્મ (Mausam). કારગિલ યુદ્ધની વચ્ચે તમામ અવરોધો સામે પોતાના પ્રેમની લડત લડનારા બે પ્રેમીઓની આ વાર્તા છે. શાહિદ કપૂર અને સોનમ કપૂર ફિલ્મના મુખ્ય કલાકારો છે. જોકે આ ફિલ્મ એટલી સફળ રહી ન હતી.
6 / 8
Stupmed (2003): યુદ્ધ ફક્ત દેશની સરહદો પર થતું નથી, પરંતુ તેની અસર રમતો સહિતના અનેક ક્ષેત્રોમાં દેખાય છે. ફિલ્મ 'Stupmed'માં પણ કારગિલ યુદ્ધ અને ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવ્યું હતું. સરહદ પર સૈનિક લડી રહ્યા હતા અને બીજી તરફ ખેલાડીઓ તેમના દેશના સન્માન માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. ફિલ્મનું નિર્માણ કરનારી અભિનેત્રી રવિના ટંડનએ આ ફિલ્મમાં આર્મી ઓફિસરની પત્નીની ભૂમિકા નિભાવી હતી.
7 / 8
ધૂપ (2003): 1999 માં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અનુજ નૈય્યર (22) ના પરિવારથી પ્રેરિત છે. આ ફિલ્મમાં ઓમ પુરી અનુજ નૈય્યરના પિતાની ભૂમિકામાં છે અને રેવતી તેમની માતાની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં નૈય્યર દંપતીની ભારતીય ન્યાયિક પ્રણાલીમાં ભ્રષ્ટાચાર સામે સંઘર્ષની યાત્રા દર્શાવી છે. જ્યારે તેમને તેમના પુત્રની શહીદી બાદ વળતર તરીકે સરકાર દ્વારા પેટ્રોલ પમ્પની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. જો કે, ખૂબ જ જહેમત બાદ વડા પ્રધાન આ મામલે હસ્તક્ષેપ કરે છે અને શોકગ્રસ્ત પરિવારને રાહત થાય છે.
8 / 8
શેરશાહ (2021): કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર શહીદ વીર વિક્રમ બત્રા (Vikram Batra) ના જીવન પર આધારિત ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah) નું ટ્રેલર કારગિલ દિવસના અગાઉના દિવસે જ રિલીઝ થયું છે. કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ શેરશાહમાં મુખ્ય ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) જોવા મળશે.
Published On - 11:21 am, Mon, 26 July 21