મોટા મોટા સ્ટાર્સ પોતાના એક્ટિંગ કરીયરની સાથે સાથે ઘણી જાહેરાતમાં પણ કામ કરતા હોય છે કોઇ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે જે બદલ તેમને કરોડો રૂપિયા મળતા હોય છે. ઘણી વાર આવા સ્ટાર્સ કોઇ બ્રાંડને એન્ડોર્સ કરવા બદલ વિવાદમાં પણ ફસાઇ જાય છે. આવા ઘણા ઉદાહરણ ભૂતકાળમાં બન્યા છે. હાલમાં આવી જ એક બાબતને લઇને અમિતાભ બચ્ચન ચર્ચામાં આવ્યા છે. રાષ્ટ્રીય તંબાકૂ નાબૂદી સંગઠને ( Anti-tobacco groups) અભિનેતા અમિતાભ બચ્ચનને પાન મસાલાની બ્રાન્ડને પ્રોત્સાહન આપતી જાહેરાતોનો ભાગ ન બનવા અપીલ કરી છે.
એનઓટીઇના અધ્યક્ષ ડૉ શેખર સાલ્કરે ગુરુવારે મહાનાયકને પત્ર લખીને સરોગેટ પાન મસાલા જાહેરાતોથી પોતાની જાતને અલગ કરી લેવું જોઇએ અને તંબાકુ વિરોધી આંદોલનનું સમર્થન કરવું જોઇએ. તેમણે જણાવ્યુ છે કે, ચિકિત્સા અનુસંધાનથી ખબર પડી છે કે તંબાકૂ અને પાન મસાલાનું સેવન કેન્સર, હ્રદય રોગ અને શ્વાસ તંત્રથી સંબંધિત જાનલેવા બિમારીઓનું જોખમ વધી જાય છે.
તમને જણાવી દઇએ કે આ પહેલી વાર નથી કે જ્યારે કોઇ ફેમસ સ્ટારના જાહેરાત પર કામ કરવાને લઇને વિવાદ થયો હોય. ખાસ કરીને એવી પ્રોડક્ટ અને કંપનીની કરવા બદલ કે જે આરોગ્યને નુક્સાન પહોંચાડતી હોય. એક ઉદાહરણ આપીને તમને સમજાવીએ તો, મેગીમાં જ્યારે લીડ મળી આવ્યુ હતુ ત્યારે માધુરી દિક્ષીત પણ તેની જાહેરાતમાં કામ કરવા બદલ વિવાદમાં ફસાઇ હતી. આ સિવાય એક તંબાકૂ કંપનીની એડ કરવા બદલ અજય દેવગણને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે આ ટ્રોલનો એણે કોઇ જવાબ નતો આપ્યો અને તેણે જાહેરાત કરવાનું ચાલુ રાખ્યુ
શું અસર થાય છે ?
જ્યારે બોલીવૂડની કોઇ ફેમસ હસ્તી અથવા તો એવી પબ્લીક ફિગર કે જેને લોકો અનુસરતા હોય તેવા લોકો જ્યારે લોકોને કોઇ પ્રોડક્ટ ખરીદવા પ્રોત્સાહિત કરે છે તો લોકો તેને ખરેખર ખરીદવા તરફ પ્રેરાય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં લોકો ફિલ્મી સ્ટાર્સને પોતાના આઇડલ માનતા હોય છે. આવા સ્ટાર્સ જે પણ કઇ કરે છે તે ટ્રેન્ડ સેટ થઇ જાય છે અને લોકો તેને અનુસરવા લાગે છે. તેવામાં જો આવા સ્ટાર્સ હાનિકારક વસ્તુઓને પ્રમોટ કરે છે તો યુવાનો પણ આ સામગ્રીના સેવન માટે પ્રેરાય તે સામાન્ય વાત છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –