
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમારે માત્ર 48 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. એવું કહેવામાં આવે છે કે તેમના પરિવારના મોટાભાગના લોકો તેમની યુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા, જેના કારણે સંજીવ કુમાર હંમેશા હાર્ટ એટેકથી ડરતા હતા.

હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત અભિનેતા અને ગાયક કિશોર કુમારે વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કર્યું. પરંતુ અચાનક હાર્ટ એટેકને કારણે 13 ઓક્ટોબર 1987 ના રોજ તેમનું અવસાન થયું.

દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું. ઓમ પુરીને 6 જાન્યુઆરી 2017 ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો.

મંદિરા બેદીના પતિ રાજ કૌશલ આ વર્ષે 30 જૂને આ દુનિયા છોડી ગયા છે. એ દિવસે સવારના 4 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડી અને તે સમયે તેમણે મંદિરાને કહ્યું કે મને હાર્ટ એટેક આવી રહ્યો છે.

65 વર્ષના ફારુક શેખ પોતાના પરિવાર સાથે નવા વર્ષની રજાઓ માટે દુબઈ ગયા હતા ત્યારે તેમને ત્યાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ફારુક શેખનું 28 ડિસેમ્બર 2013 ના રોજ નિધન થયું હતું.

સદાબહાર અભિનેતા દેવાનંદ માટે લંડનની સફર છેલ્લી યાત્રા સાબિત થઈ. દેવાનંદ તેમના મેડિકલ ચેકઅપ માટે લંડન ગયા હતા. 3 ડિસેમ્બર 2011 ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

બોલિવૂડ ફિલ્મોમાં માતાના રોલ માટે જાણીતી અભિનેત્રી રીમા લાગુનું 18 મે 2017 ના રોજ નિધન થયું હતું. રીમા લાગૂ પોતાની સીરિયલનું શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી હતી અને મોડી રાત્રે તેણીને હાર્ટ એટેક આવ્યો હતો.

ફિલ્મ જગતે અભિનેતા વિનોદ મહેરાને ખૂબ નાની ઉંમરે ગુમાવી દીધા હતા. તેઓ માત્ર 45 વર્ષના હતા જ્યારે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું.

ફિલ્મ 'વોન્ટેડ'માં સલમાન ખાન સાથે કામ કરનાર અભિનેતા ઈન્દર કુમારે ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી. 4 જુલાઈ 2017 ના રોજ 43 વર્ષની ઉંમરે ઊંઘમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.