Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ

|

Aug 18, 2021 | 3:02 PM

રણવીર શૌરી (Ranvir Shorey) દર વખતે પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે. આજે, તેમના જન્મદિવસ પર, તમને તેમની પ્રેમ કહાની વિશે જણાવીએ.

Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ
Konkana Sen, Ranvir Shorey

Follow us on

બોલિવૂડમાં પોતાના બહેતરીન અભિનય માટે ઓળખ મેળવેલ અભિનેતા રણવીર શૌરી (Ranvir Shorey) આજે પોતાનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રણવીર હંમેશા તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સનો ભાગ રહ્યા છે. રણવીરને ફિલ્મના સેટ પર જ પોતાની જીવનસાથી મળી ગઈ હતી, પરંતુ લગ્નના 10 વર્ષ પછી આ સંબંધ તૂટી ગયા. આજે, રણવીરના જન્મદિવસે, અમે તમને તેમની અને કોંકણા સેન (Konkana Sen) ની લવ સ્ટોરી વિશે જણાવીશું.

રણવીરે ફિલ્મ એક છોટી સી લવ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેમને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ ફિલ્મ ટ્રાફિક સિગ્નલથી મળી હતી. કોંકણા સેન રણવીરના જીવનમાં 2006 માં આવેલી ફિલ્મ મિક્સ્ડ ડબલ્સ દરમિયાન આવી હતી. બંને ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અને બંને સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડેટિંગ શરૂ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધો વિશે કોઈને જણાવ્યું ન હતું.

સગાઈ કરીને ચાહકોને કર્યા હતા આશ્ચર્યચકિત

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

કોંકણા સેન અને રણવીર શૌરી તેમના સંબંધોને ગુપ્ત રાખતા હતા. બંનેએ સગાઈ કરી લીધા પછી, સત્તાવાર જાહેરાત કરીને દરેકને આશ્ચર્ય કર્યા હતા. તે પછી વર્ષ 2010 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. મીડિયાથી દૂર લગ્ન કર્યા બાદ રણવીર અને કોંકણાએ ટ્વિટર પર ચાહકોને લગ્નના સમાચાર આપીને ચાહકોને ચોંકાવી દીધા હતા.

લગ્નના એક મહિના પછી કરી હતી પ્રેગ્નન્સીની જાહેરાત

રણવીર અને કોંકણાના લગ્નના એક મહિના પછી, અભિનેત્રીની ગર્ભાવસ્થાના સમાચાર સામે આવવા લાગ્યા હતા. ટૂંક સમયમાં બંને એક પુત્રના માતા-પિતા બની ગયા હતા. બંનેએ પોતાના પુત્રનું નામ હારુન રાખ્યું.

લગ્નના થોડા સમય પછી થવા લાગ્યા ઝઘડા

લગ્ના થોડાક સમય પછી રણવીર અને કોંકણા વચ્ચે બધુ બરાબર નહોતું. રિપોર્ટ્સ અનુસાર, રણવીર અને કોંકણા અલગ રહેવા લાગ્યા પરંતુ બંનેએ આ અંગે કોઈની સાથે વાત કરી નહોતી. રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પછી બંનેએ સાથે મળીને એક ફિલ્મ સાઈન કરી હતી, ત્યારબાદ બધું ઠીક થઈ ગયું હતું.

લગ્નનાં 10 વર્ષ પછી થયા અલગ

વર્ષ 2015 માં, રણવીર અને કોંકણાએ દરેકને તેમના અલગ થવા વિશે જાણ કરી હતી. રણવીરે કહ્યું હતું કે બંને પરસ્પર સમજણથી અલગ થવાનો નિર્ણય લઈ રહ્યા છે પરંતુ તે અલગ થવા માટે પોતાને જવાબદાર માની રહ્યા હતા. વર્ષ 2020 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. જો કે આજે પણ બંને સાથે મળીને દીકરાની જવાબદારી નિભાવી રહ્યા છે.

 

આ પણ વાંચો :- Vaani Kapoorએ અનુભવી હતી આર્થિક સંકટની પીડા, પોતાની વાર્તા વર્ણવતા કહી આ વાત

આ પણ વાંચો :- વિવાદો વચ્ચે Kangana Ranaut બહેન રંગોલી સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ ક્યા અંદાજમાં આવી નજર

Next Article