એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ બાહુબલીએ (Bahubali) દરેકનું દિલ જીતી લીધુ હતુ. આ ફિલ્મમાં દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને દરેક કલાકાર લોકોના દિલમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા. આમાંની એક રામ્યા કૃષ્ણન (Ramya Krishnan) છે, જેણે ફિલ્મમાં શિવગામીની ભૂમિકા ભજવી છે. રમ્યાનો અભિનય અને પાત્ર બંને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. આજે રામ્યા પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર, ચાલો તમને તેમના વિશે ખાસ વાતો જણાવીએ.
રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970 ના રોજ ચેન્નઈમાં થયો હતો. રામ્યાએ સાઉથ સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 14 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ વેલ્લઇ મનસુથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ રમ્યાએ બોલિવૂડમાં પગ મૂક્યો.
રામ્યા માટે ફિલ્મ બાહુબલી તેને એક અલગ ઓળખ આપવામાં સફળ રહી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આ ભૂમિકા રામ્યા પહેલા શ્રીદેવીને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેની ઉંચી ફીની માંગને કારણે આ રોલ તેણે નહી કર્યો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શ્રીદેવીએ આ ફિલ્મ માટે 6 કરોડની ફી માંગી હતી. શ્રીદેવીની માંગેલી ફીસ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીએ વધારે લાગી ત્યાર બાદ ફિલ્મમાં રામ્યાને લેવામાં આવી.
ફિલ્મનું બજેટ પહેલેથી જ ઘણું ઉંચુ હતું, જેના કારણે દિગ્દર્શકે શ્રીદેવીને આગળ વધારવાનો નિર્ણય ન લેતા રામ્યાને સાઇન કરી અને આ ફિલ્મ રામ્યા માટે માઇલસ્ટોન સાબિત થઇ. રામ્યાએ પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ પરંપરાથી કરી હતી. આ પછી તે ખલનાયક, ચાહત, બનારસી બાબુ અને બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રામ્યાએ અત્યાર સુધીમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાઉથની ટીવી ચેનલો પર પણ ખૂબ સક્રિય છે.
રમ્યાના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2003 માં કૃષ્ણા વંશી સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર ઋત્વિક પણ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –