Birthday Special: એન્જિનિયરિંગ છોડીને અભિનેત્રી બનેલી કૃતિ સેનનની પાંચ બેસ્ટ ફિલ્મો

|

Jul 27, 2021 | 11:05 AM

એન્જિનિયરિંગ છોડ્યા બાદ કૃતિ સેનને અભિનય તરફ ડગ માંડ્યા હતા. આજે અભિનેત્રી બોલીવૂડમાં પોતાનું નામ બનાવી રહી છે. ચાલો જાણીએ તેની પાંચ બેસ્ટ ફિલ્મ.

Birthday Special: એન્જિનિયરિંગ છોડીને અભિનેત્રી બનેલી કૃતિ સેનનની પાંચ બેસ્ટ ફિલ્મો
Five Best Films by Kriti Sanon

Follow us on

બોલીવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનને (Kriti Sanon) હિરોપંતીથી બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે એટલે કે 27 જુલાઈએ અભિનેત્રીનો જન્મદિવસ (Kriti Senon Birthday) છે. તાજેતરમાં કૃતિની ફિલ્મ મિમી (Mimi) પણ રિલીઝ થઇ છે. કૃતિએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે કૃતિ ભલે બોલીવૂડમાં ચમકી રહી છે. પરંતુ આ અગાઉ તેણે એન્જિનીયરીંગમાં ડીગ્રી પણ મેળવી છે. બહુ ઓછા અભિનેતાઓ છે જેમણે સારા અભ્યાસ બાદ બોલીવૂડમાં પગલા માંડ્યા હોય કૃતિ તેમાંથી એક છે.

કૃતિનો જન્મ 27 જુલાઈ 1990 માં દિલ્હીમાં થયો હતો. દિલ્હીમાં રહેનારી કૃતિએ નોઇડાની કોલેજમાંથી બી.ટેક કર્યું છે. જોકે બોલીવૂડ પહેલા કૃતિ સેનને સાઉથની ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. પહેલી વાર તેઓ મહેશબાબુ સાથે જોવા મળી હતી. આ બાદ તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી. ચાલો જાણીએ તેની બેસ્ટ પાંચ ફિલ્મો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રાબ્તા

ફિલ્મ રાબતામાં કૃતિ સેનન સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. ફિલ્મમાં કૃતિના બે સ્વરૂપો જોવા મળ્યા હતા. આ ફિલ્મ પૂર્વાજનમ પર આધારિત હતી. આવી સ્થિતિમાં બે જન્મની વાર્તા સાથે અભિનેત્રી પણ બે ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને ભલે વધારે સફળતા મળી ન હોય પરંતુ આ અભિનેત્રીને ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

બરેલી કી બરફી

18 ઓગસ્ટ 2017 નાં રોજ રિલીઝ થયેલી બરેલી કી બર્ફીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં કૃતિ બિટ્ટી મિશ્રાની ભૂમિકામાં જોવા મળી હતી. કૃતિએ યુપીના બરેલીની એક છોકરીની ભૂમિકામાં દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં કૃતિ સાથે આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

લુકા છુપી

2019 માં રજૂ થયેલી લુકા છુપીમાં ફેન્સને કૃતિ નવા અવતારમાં જોવા મળી. ફિલ્મ ‘લુકા છુપી’ ની વાર્તા મથુરાના ગુડ્ડુ (કાર્તિક આર્યન) ની હતી, જે રશ્મિ (કૃતિ સેનન) ના પ્રેમમાં પડે છે. જ્યારે રશ્મિ લગ્ન પહેલાં સંબંધોને અજમાવવા માટે ગુડ્ડુ સાથે લિવ-ઇનમાં રહે છે. અને આ ફિલ્મમાં ખુબ કોમેડી સર્જાય છે.

પાનીપત

2019 માં જ કૃતિની ફિલ્મ પાણીપત રજૂ થઈ હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં કૃતિ સેનન (Kriti Sanon) ‘પાર્વતી બાઇ’ની જોરદાર ભૂમિકામાં જોવા મળી હતી. કૃતિએ આ ફિલ્મમાં અભિનયથી ફેન્સને દિવાના બનાવ્યા હતા.

મિમી

કૃતિ 26 લાઈએ રિલીઝ થયેલી ફિલ્મ મિમીમાં જોવા મળી. આ ફિલ્મમાં કૃતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળી. કૃતિ આ ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકામાં જોવા મળી છે. ફિલ્મ કોમેડી સાથે ઈમોશનની વાર્તા જણાવે છે.

 

આ પણ વાંચો: સૈફ અલી ખાનને લાગ્યો ડર: જાણો કેમ કહ્યું, ‘આવું કરીશ તો કરીના મને જાનથી મારી દેશે’

આ પણ વાંચો: રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ અમદાવાદના વેપારીએ કરી ફરિયાદ, આ રીતે 3 લાખની છેતરપીંડી કર્યાનો લગાવ્યો આરોપ

Next Article