Birthday Special : બરેલીની Disha Patani એ માત્ર 6 વર્ષની કારકિર્દીમાં કરી કરોડોની કમાણી, જાણો અભિનેત્રીની Net Worth

દિશા પટણી એક્ટર ટાઇગર શ્રોફની ( Tiger Shroff ) કથિત ગર્લફ્રેન્ડ છે. જ્યાં તે વારંવાર તેમની સાથે જોવા મળે છે. આ સાથે, અભિનેત્રીએ 2016 માં પોતાના માટે એક સુંદર ઘર ખરીદ્યું હતું.

Birthday Special : બરેલીની Disha Patani એ માત્ર 6 વર્ષની કારકિર્દીમાં કરી કરોડોની કમાણી, જાણો અભિનેત્રીની Net Worth
Disha Patani
| Edited By: | Updated on: Jun 13, 2021 | 4:53 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટણી (Disha Patani) આ દિવસોમાં તેમની હોટ અને બોલ્ડ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. જ્યાં અભિનેત્રી હવે લાખો દિલની ધડકન બની ગઈ છે. અભિનેત્રી ફેશનથી લઈને ફિલ્મો ( fashion to film ) સુધી, છેલ્લા 6 વર્ષથી ધુમ મચાવી રહી છે. તે જ સમયે, આ અભિનેત્રીએ પ્રસિદ્ધિ સાથે સાથે દોલત પણ ઘણી મેળવી છે.

અભિનેત્રીએ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, જેમાં સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂત સહિત ઘણા સ્ટાર્સનો સમાવેશ છે. ફિલ્મો ઉપરાંત, અભિનેત્રી બ્રાન્ડ એડવર્ટાઇઝિંગથી પણ ખૂબ કમાણી કરે છે, આ સાથે, તે વિશ્વભરમાં થતા ઘણા મોટા ફેશન શોમાં પણ ભાગ લે છે. તો ચાલો જાણીએ દિશા પાટણીની નેટવર્થ કેટલી છે.

એક અહેવાલ અનુસાર દિશા પટણીની નેટ વર્થ 10 મિલિયન ડોલર છે, જે ભારતમાં કુલ 74 કરોડ રુપયા થાય છે. ફિલ્મો પહેલા દિશા એક મોડેલ રહી છે. આ સાથે તે ટીવી હોસ્ટ પણ રહી ચૂકી છે. દર મહિને અભિનેત્રી 1 કરોડ રૂપિયા કમાય છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે દિશા પટણી એક્ટર ટાઇગર શ્રોફની ( Tiger Shroff ) કથિત ગર્લફ્રેન્ડ છે. જ્યાં તે વારંવાર તેમની સાથે જોવા મળે છે. આ સાથે, અભિનેત્રીએ 2016 માં પોતાના માટે એક સુંદર ઘર ખરીદ્યું હતું. આ મકાનની કિંમત 5 કરોડની નજીક છે. દિશાનું કાર કલેક્શન પણ ખરાબ નથી, હાલમાં તેમની પાસે મિની કૂપર, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી છે.

 

 

 

ઘણા ઓછા લોકો જાણે છે કે દિશાનો જન્મ યુપીના બરેલીમાં થયો હતો. તેમણે લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. તે વર્ષ 2013 માં ફેમિના મિસ ઇન્ડિયા, ઈન્દોરની પહેલી ઉપવિજેતા થઈ હતી. તેમણે વર્ષ 2015 માં પુરી જગન્નાથની લોફરથી પોતાની ફિલ્મ કરિયરની શરુઆત કરી હતી.

જે બાદ અભિનેત્રી એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી અને ત્યારબાદ તે સતત ફિલ્મોમાં કામ કરે છે. તાજેતરમાં તે સલમાન ખાન સાથે તેમની ફિલ્મ ‘રાધે’માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો પરંતુ લોકોને દિશાની હોટનેસ ફિલ્મમાં ખુબ પસંદ આવી છે.