Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ

|

Sep 23, 2021 | 7:04 PM

બોલિવૂડના પ્રખ્યાત ખલનાયક પ્રેમ ચોપરા (Prem Chopra) આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, અભિનેતા હજુ પણ તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. ચાલો આજે જાણીએ કે શા માટે એક અભિનેત્રીએ પ્રેમને મારી હતી બધાની સામે થપ્પડ.

Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ
Prem Chopra

Follow us on

હિન્દી ફિલ્મોના જાણીતા હીરો પ્રેમ ચોપરા (Prem Chopra)એ પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બોલીવૂડમાં જ્યારે પણ વિલનની ચર્ચા થાય છે તો પ્રેમ ચોપરાનું નામ જરુર લેવામાં આવે છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પ્રેમ ચોપરા આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક ઉંમર પછી પ્રેમ ચપોરાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું છે, પરંતુ આજે પણ આપણે તેમને સોશિયલ મીડિયા પર ઘણા પ્રમોશન કરતા જોઈએ છીએ. પ્રેમ ચોપોરાનો એક સમય હતો, જ્યારે તેમને દરેક ફિલ્મમાં કામ મળતું હતું.

 

જ્યાં આજે અમે તમારી સાથે તેમના જન્મદિવસના પ્રસંગ પર તેમની સાથે સંબંધિત એક પ્રખ્યાત કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ. તેમનાં જમાનાની એક પ્રખ્યાત એક્ટ્રેસે બોલીવૂડના આ વિલનથી બદલો લેવા માટે સેટ પર બધાની સામે થપ્પડ મારી હતી.

 

પ્રેમ ચોપરા મોટાભાગની ફિલ્મોમાં વિલનના પાત્રમાં બળાત્કારના દ્રશ્યો કરતા હતા. એક સમાચાર અનુસાર પ્રેમ ચોપરાએ ખુદ આ કિસ્સો શેર કર્યો હતો. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે સેટ પરની આ ઘટના એવી હતી કે તેઓ પોતે ક્યારેય ભૂલી શકશે નહીં, પ્રેમ ચોપરાએ કહ્યું હતું કે “મારી ફિલ્મો જોઈને એવું લાગતું હશે કે હું ક્રૂર ખલનાયક છું, પરંતુ મારી મહિલા અભિનેત્રીની સાથે ખૂબ જ સારી બોન્ડિંગ થતી હતી. દ્રશ્યોનું શૂટિંગ કરતી વખતે હું ખૂબ જ પ્રોફેશનલ હતો. હું બળાત્કારના દ્રશ્યો કરતી વખતે વિચારતો હતો કે તે માત્ર અભિનય છે, તેનાથી વાસ્તવિક જીવનમાં કોઈ ફરક પડશે નહીં.

 

તેઓ આગળ કહે છે “ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો વાર્તાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. 70ના દાયકામાં મારે એક ફિલ્મી દ્રશ્ય કરવાનું હતું. જેમાં મારા પાછળથી જઈને હિરોઈનને કસીને પકડવાની હતી, આ બધું મને સેટ પર જ કહેવાયું હતું, મેં આખો સીન એ જ રીતે કર્યો હતો, પરંતુ અભિનેત્રી યોગ્ય પ્રકારનાં એક્સપ્રેશન આપી શકી નહોતી.

 

જેના કારણે અમારે ઘણી રીટેક કરવી પડી હતી. દ્રશ્ય પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ ફિલ્મના નિર્દેશકને ફરિયાદ કરી, અભિનેત્રીએ દિગ્દર્શકને કહ્યું કે તેણે મારા હાથ એટલા સખત રીતે પકડ્યા કે મને ઈજા થઈ, આ ઈજાને કારણે તે બીજા દિવસે શૂટિંગમાં પણ આવી ન હતી. ફિલ્મના દિગ્દર્શક પણ તેમને કંઈ સમજાવી શક્યા નહીં.

 

 

 

પ્રેમ ચોપરાએ આ વાર્તા વર્ણવતા આગળ કહ્યું કે “થોડા દિવસો પછી આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું, હવે આ અભિનેત્રી મને થપ્પડ મારવાની હતી. બદલો લેવા માટે તેમણે મને એટલો જોરથી થપ્પડ માર્યો કે સમગ્ર સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો.

 

 

આ વખતે મેં ફિલ્મના નિર્દેશકને ફરિયાદ કરી પછી દિગ્દર્શકે કહ્યું કે અભિનેત્રી મારી પાસેથી બદલો લેવા માંગે છે. જેના કારણે તેમણે આ દ્રશ્યને ફિલ્મમાં જબરદસ્તી લેવડાવ્યો, મને તો વિશ્વાસ નહતો થતો કે રેપનો બદલો લેવા માટે હીરોઈને મારી સાથે આવું કર્યું. જે દ્રશ્ય ફિલ્મમાં ન હતું તે પણ આ ફિલ્મમાં દાખલ કરવામાં આવ્યું હતું.

 

 

 

બળાત્કારના દ્રશ્ય વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે “બળાત્કારના દ્રશ્યોમાં અભિનેત્રી ઘણા નખરાઓ કરતી હતી, મોટી અભિનેત્રીઓએ મારી સાથે બળાત્કારના દ્રશ્યો કર્યા હતા, પરંતુ તે ખૂબ જ પ્રોફેશનલ હતા અને તરત જ દ્રશ્ય સમાપ્ત કરી દેતી હતી. મેં કોઈ પણ કારણ વગર કોઈ ફિલ્મમાં બળાત્કારનો સીન નખાવ્યો નથી. ”

 

 

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

 

આ પણ વાંચો :- શિલ્પા શેટ્ટી સાથે કરણ જોહર હોસ્ટ કરશે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, નહીં જોવા મળે મલાઈકા અરોરા

Next Article