Bigg Boss OTT: કરણ જોહર ઈચ્છે છે કે કરીના કપૂર અને મલાઈકા અરોરા બને બિગ બોસનો ભાગ, તેમની સાથે ઘરમાં રહેવા માંગે છે બંધ

|

Aug 03, 2021 | 4:58 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. તે ઇચ્છે છે કે તેના બે મિત્રો શોમાં જોડાય.

Bigg Boss OTT: કરણ જોહર ઈચ્છે છે કે કરીના કપૂર અને મલાઈકા અરોરા બને બિગ બોસનો ભાગ, તેમની સાથે ઘરમાં રહેવા માંગે છે બંધ
Malaika Arora, Karan Johar, Kareena Kapoor

Follow us on

બિગ બોસ OTT (Bigg Boss OTT)ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે શો OTT પ્લેટફોર્મ પર આવવા જઈ રહ્યો છે. કરણ જોહર (Karan Johar) બિગ બોસ OTTને હોસ્ટ કરવા જઈ રહ્યા છે અને તે પોતાની નવી ભૂમિકા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 

જે આ શોને ખાસ બનાવે છે તે એ છે કે તે ઓટીટી પ્લેટફોર્મ, વૂટ પર પ્રથમ વખત સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. આ શો 8 ઓગસ્ટ 2021થી તેમના ટેલિવિઝન પ્રીમિયર પહેલા છ અઠવાડિયા માટે વૂટ પર સ્ટ્રીમ થશે. કરણ જોહરે સ્વીકાર્યું છે કે ‘બિગ બોસ’માં છ અઠવાડિયા તો દુરની વાત છે, તે તેમના ફોન વગર એક કલાક પણ રહી શકતા નથી કારણ કે તે તેમના ફોન વગર જીવી શકતા નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

 

ઈચ્છે છે આ બે સેલેબ્સ બને શોનો હિસ્સો

જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે જો તેમને તેમની પસંદગીની બે સેલિબ્રિટીને બિગ બોસના ઘરમાં જવાની મંજુરી મળે તો કરણે કહ્યું, “મને કંઈ વાંધો નથી જો બેબો (કરીના કપૂર) અને માલા (મલાઈકા અરોરા)ની સાથે શોમાં આવવાનો મોકો મળે. શું વાત છે! બંને સાથે ઘરની અંદર ફોન વગર બંધ રહેવું આનંદદાયક રહેશે.

 

આ બંને સુંદર અભિનેત્રીઓ સાથે કરણના ખૂબ જ સારા સંબંધો છે – બેબો તેમને પોતાનો ભાઈ માને છે, માલા તેમને પોતાનો સારો મિત્ર કહે છે. તે ભૂલવું ન જોઈએ કે કરીના અને મલાઈકા પણ ખૂબ નજીકના મિત્રો છે. આ બંને ઘણીવાર પાર્ટી કરે છે અને સાથે મળીને ખાસ દિવસો ઉજવે છે. તેથી ત્રણેયની સુમેળને જોતા કરણને લાગે છે કે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં બેબો અને માલાની સાથે તેમને ફોન વગર બંધ રહેવું ખુબ જ રોમાંચક અનુભવ થશે.

 

સ્પર્ધકો થઈ ગયા છે ક્વોરન્ટાઈન

બિગ બોસ ઓટીટી 8 ઓગસ્ટથી વૂટ પર શરૂ થવા જઈ રહ્યું છે. 8 ઓગસ્ટથી તમામ સ્પર્ધકોને ઘરની અંદર બંધ કરી દેવામાં આવશે. અહેવાલો અનુસાર 2 ઓગસ્ટના રોજ તમામ સ્પર્ધકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

 

આવું હશે ઘર

બિગ બોસના ઘરમાં કયા સ્પર્ધકો આવવાના છે તે જાણવા ચાહકો તલપાપડ છે. આજકાલ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે, જે બિગ બોસ ઓટીટીની છે. તસ્વીરોમાં બિગ બોસ ઓટીટીનું ઘર ખૂબ જ શાનદાર લાગે છે.

 

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામ વાસીઓએ દિલીપ કુમારને કર્યા યાદ, આપી સંગીતમય શ્રદ્ધાંજલિ

 

આ પણ વાંચો :- Wrap : Akshay Kumar ને ‘રક્ષાબંધન’ નાં સેટ પર આવી દિલ્હીના ચાંદની ચોકની યાદ, ચાહકો માટે શેર કરી ખાસ તસ્વીરો

Next Article