Bigg Boss OTT 3: બિગ બોસમાં મચ્યો કોહરામ ! યુટ્યુબર અરમાને વિશાલને માર્યો લાફો, પત્ની પર કરી આવી કમેન્ટ, જુઓ-Video

અરમાન મલિકની પત્ની પાયલ મલિક બિગ બોસ ઓટીટીમાં વીકેન્ડ કા વારમાં ગેસ્ટ તરીકે આવી હતી. જ્યાં તેણે પરિવારની સામે વિશાલ પાંડેના ઈરાદાનો પર્દાફાશ કર્યો હતો. તેણે કહ્યું કે વિશાલની કૃતિકા પર ખરાબ નજર છે.

Bigg Boss OTT 3: બિગ બોસમાં મચ્યો કોહરામ ! યુટ્યુબર અરમાને વિશાલને માર્યો લાફો, પત્ની પર કરી આવી કમેન્ટ, જુઓ-Video
Armaan Malik slapped Vishal
| Updated on: Jul 07, 2024 | 11:38 AM

બિગ બોસ OTT 3 ના ઘરમાં જોરદાર લડાઈ થઈ છે. શોની પૂર્વ સ્પર્ધક અને અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક વીકેન્ડ કા વાર એપિસોડમાં આવી હતી. પાયલે બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક વિશાલ પાંડે પર ક્રુતિકા મલિકને ખરાબ નજરથી જોવાનો આરોપ લગાવ્યો, ત્યારબાદ અરમાને વિશાલને થપ્પડ મારી દીધો હતો.

પાયલ મલિકે અનિલ કપૂરને કહ્યું કે હું અહીં એ કહેવા માટે આવી છું કે BBમાં શું ચાલી રહ્યું છે અને હું ખરેખર નિરાશ છું. વિશાલ પાંડે સાથે વાત કરતી વખતે પાયલે કહ્યું- ‘તમે કેમેરામાં કંઈક કહ્યું જે મારા મતે ઘણું ખોટું હતું. કૃતિકા વિશે તમે જે કહ્યું તે સ્વીકાર્ય નથી! તે એક માતા અને પત્ની છે અને તમારે તેનું સન્માન કરવું જોઈએ.

આ બાદ અનિલ કપૂરે પણ વિશાલનો ક્લાસ લીધો હતો.જે બાદ અરમાને પુછતા ખબર પડી કે વિશાલે તેની બીજી પત્ની કૃતિકા પર કમેન્ટ કરી હતી જે બાદ અરમાને વિશાલને લાફો મારી દીધો હતો.

અરમાન વિશાલને થપ્પડ મારે છે

પાયલ મલિકના આ આરોપ પછી અરમાન મલિક અને વિશાલ પાંડે વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ પછી અરમાને ગુસ્સામાં વિશાલને થપ્પડ મારી હતી. આવી સ્થિતિમાં વિશાલ પાંડે પણ અરમાન સાથે લડતો જોવા મળ્યો હતો, જોકે પરિવારના સભ્યોએ બંનેને રોક્યા હતા.

વિશાલે કૃતિકા પર શું કમેન્ટ કરી?

તમને જણાવી દઈએ કે આ પહેલા લવકેશ કટારિયા સાથે વાત કરતા વિશાલ પાંડેએ અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિક પર ટિપ્પણી કરી હતી. અગાઉ તેણે કૃતિકાને કહ્યું હતું- ‘તું મેકઅપ વગર સારી દેખાય છે. જોકે કૃતિકાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ પછી વિશાલે લવકેશને કહ્યું હતું કે, ભાભી મને ગમે છે, મારો મતલબ હું સારી રીતે કહું છું.

શું અરમાન ઘરની બહાર જશે?

વિશાલ પાંડેની આ ટિપ્પણી પર અરમાન મલિક ગુસ્સે થઈ ગયો અને તેણે વિશાલને થપ્પડ મારી દીધી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બિગ બોસના ઘરમાં લડાઈની મંજૂરી નથી. જો કોઈ સ્પર્ધક આવું કરે છે તો તેને ઘરની બહાર કરી દેવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે બિગ બોસ અરમાન મલિક સામે શું કાર્યવાહી કરે છે.

Published On - 11:34 am, Sun, 7 July 24