
લિવિંગ એરિયાની સાઇડમાં એક મોટું ક્રાઉન સીલિંગ અટેચ્ડ છે. લિવિંગ રૂમ અને બેડરૂમમાં પીછા જેવી રચનાઓ છે. સ્પર્ધકોને ચોક્કસપણે આ ઘરમાં આનંદ આવશે.

ઉમંગ અને વનિતાએ ઘર વિશે કહ્યું કે, બિગ બોસનું ઘર દર વર્ષે ક્રિએટિવ બનાવવું એક મોટો પડકાર છે. હવે કારણ કે સ્પર્ધકો અહીં મહિનાઓ સુધી રહે છે, તેને આરામદાયક તેમજ વૈભવી બનાવવું પડશે.આ વર્ષે અમને કહેવામાં આવ્યું કે શોની થીમ જંગલ છે, તેથી અમે ઘણી બધી વસ્તુઓ નવીન કરી છે. અમે દરેક ખૂણાને વિચારપૂર્વક ડિઝાઇન કર્યા છે

આ વખતે જે સ્પર્ધકોના નામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઉમર રિયાઝ, તેજસ્વી પ્રકાશ, અકાસા, કરણ કુન્દ્રા, ડોનલ બિષ્ટ, શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પણ શોની નવી સીઝન શરૂ થાય છે ત્યારે સલમાનની ફીની પણ ખૂબ ચર્ચા થાય છે, તો આ વર્ષે પણ સમાચાર આવી રહ્યા હતા કે સલમાને ફીમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે સલમાન હાલમાં આ શો માટે 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Published On - 12:22 pm, Sat, 2 October 21