Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન

|

Sep 15, 2021 | 5:24 PM

ચાહકોના દિલ પર રાજ કરનારા સલમાન ખાનને તાજેતરમાં ચાહકોએ ફિલ્મ રાધેમાં જોયા હતા. આ ફિલ્મે ભલે સારું કામ ન કર્યું હોય, પરંતુ ચાહકોને સલમાનની એક્ટિંગ ખૂબ જ ગમી હતી.

Salman Khan અભિનીત કભી ઈદ કભી દિવાલી ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન
Salman Khan

Follow us on

બોલિવૂડના દબંગ ખાન તરીકે ઓળખાતા સલમાન ખાન (Salman Khan) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. સલમાન ખાનની ફિલ્મોની ચાહકો હંમેશા રાહ જુએ છે.

 

ચાહકોમાં સલમાન ખાનની ફિલ્મોની જાહેરાત થતાં જ તેની રાહ પણ જોવાનું શરુ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ફિલ્મ કભી ઈદ કભી દિવાલીની જાહેરાત કરવામાં આવી હતી, આ ફિલ્મ માટે સલમાન ખાનને લેવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવી હતી.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એમ કહેવું ખોટું નહીં હોય કે સલમાન ખાન (Salman Khan)ની આવનારી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ (Kabhi Eid Kabhi Diwali)ની ખૂબ ચર્ચા થઈ હતી. તાજેતરમાં સમાચાર આવ્યા કે આ ફિલ્મ બંધ થવા જઈ રહી છે.

 

જાણો ફિલ્મનું સત્ય શું છે?

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે મેકર્સ સલમાન ખાનની આ આગામી ફિલ્મ બંધ કરવાના મૂડમાં છે. જ્યારે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે નિર્માતાઓ ફિલ્મનું શીર્ષક બદલવાની યોજના બનાવી રહ્યા છે. જોકે ફિલ્મ અંગે શંકા યથાવત છે.

 

‘કભી ઈદ કભી દિવાલી’ના નિર્માતાઓએ પણ સોશિયલ મીડિયા પર આ રિપોર્ટ માટે મીડિયા પોર્ટલની ટીકા કરી છે અને તેને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. નિર્માતાઓએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે ‘કભી ઈદ કભી દિવાલી’ના 2 ગીતો પહેલાથી જ રેકોર્ડ થઈ ચૂક્યા છે.

 

આવી સ્થિતિમાં ફિલ્મ બંધ થવાના તમામ સમાચારો સંપૂર્ણપણે ખોટા છે. આ કારણ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે. એટલું જ નહીં પ્રોડક્શન હાઉસની તરફથી કહેવામાં આવ્યું છે કે ફિલ્મનો સેટ હવે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને 2 મહિના પછી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. એટલે કે હવે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કભી ઈદ કભી દિવાલી ચાહકોની સામે રજૂ ચોક્કસપણે કરવામાં આવશે, જોકે તેને રજૂ કરવામાં ઘણો સમય લાગશે.

 

શૂટિંગમાં વ્યસ્ત છે સલમાન ખાન

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ખાન તેમની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’નું શૂટિંગ વિદેશમાં કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય સલમાન તેના બનેવી આયુષ શર્મા સાથે ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’માં પણ જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું એક ખાસ ગીત પણ ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :- Rashami Desaiએ ડીપ નેક ડ્રેસમાં જીત્યું ચાહકોનું દિલ, ફોટા જોઈને કહ્યું ‘મારી ક્વીન’

 

આ પણ વાંચો :- Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું

Next Article